Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર ફસાયો...અમદાવાદના ગોમતીપુરમાં રહેતું દંપત્તિ બે પુત્રો સાથે 20 એપ્રિલે લંડન જવા રવાના તો થયા.. પરંતુ વચ્ચે જ આખા પરિવારને બંધક બનાવી લેવામાં આવ્યો.. અપહરણકારોએ અમદાવાદમાં રહેતા તેમના પરિવાર પાસે 1 કરોડ 30 લાખની ખંડણીની માગ કરી.. જો ખંડણીની રકમ નહીં મળે તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી.. એટલુ જ નહીં.. અપહરણકારોએ યુવકનું ગળા કાપેલી એક તસવીર પણ મોકલી. તો માતાની એક ઓડિયોક્લિપ પણ મોકલી. જેમાં માતા પરિવારના સભ્યોને આજીજી કરતા સાંભળવા મળ્યા...પરિવારના મોટા પુત્રી કે જે અમદાવાદમાં છે તેણે એબીપી અસ્મિતા સાથે વાત કરી અને આરોપ લગાવ્યો કે સોશલ મીડિયાના માધ્યમથી પરિવાર ચાંદખેડાના એજન્ટ પ્રિતેશ જોશીના સંપર્કમાં આવ્યો હતો.. પ્રિતેશ જોશીએ વલસાડના એજન્ટ દર્શન મિસ્ત્રી સાથે મુલાકાત કરાવી. જેમણે તેમના પરિવારને લંડન મોકલવાની લાલચ આપી...પુત્રીના જણાવ્યા અનુસાર તેમના પરિવારને દિલ્લીથી વાયા શ્રીલંકા અને દુબઈ થઈને લંડન જવાના હતા.. રવિવારે દુબઈથી પિતાએ તેમની સાથે છેલ્લી વખત વાત કરી હતી.. ત્યારબાદ પરિવારનો કોઈ સંપર્ક થયો નથી.. અપહરણકારોએ તેમની પુત્રીને ધમકીભર્યા મેસેજ અને પાંચ ઓડિયો ક્લિપ મોકલી છે. જેમાં પરિવારના સભ્યોના અર્ધનગ્ન ફોટા મોકલીને તેમની કિડની વેચી દેવાની ધમકી આપવામાં આવી છે.. સમગ્ર મામલે પોલીસે અમદાવાદના એજન્ટને ઝડપી પૂછપરછ શરૂ કરતા વલસાડના એજન્ટનું નામ ખૂલ્યું છે. બંધક બનાવાયેલા લોકોને કોઈ કેન્યા કે ઈથોપિયામાં કોઈ અજાણ્યા સ્થળ પર રાખ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
સમગ્ર ઘટના અંગે ભોગબનનારના પુત્રીએ સ્થાનિક ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાની મદદ લીધી છે.. ધારાસભ્યએ એજન્ટો સામે કડક કાર્યવાહી કરવાના પોલીસને આદેશ કર્યા.. સાથે જ સરકારને રજૂઆત કરી પરિવારને હેમખેમ પરત લાવવાની ખાતરી આપી..
ડિસેમબર 2025માં મહેસાણા તાલુકાના બદલપુરા ગામના પરિવારને પોર્ટુગલનું કહી લીબિયામાં અપહરણ કરીને બનાવી દેવાયા હતા બંધક....અપહરણકારોએ યુવક,તેની પત્ની અને ત્રણ વર્ષની પુત્રીને બંધક બનાવીને પરિવાર પાસે 2 કરોડની ખંડણી માગી હતી....જેથી અપહ્યત સ્વજનોને છોડાવવા માટે પરિવારે સ્થાનિક પોલીસ,આગેવાનોનો સંપર્ક કર્યો હતો ...બદલપુરામાં રહેતા અને છત્રાલ GIDCમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે તૈયારી પોર્ટુગલ જવાની કરી હતી....પરિવારના આરોપ મુજબ એજન્ટ હર્ષિત મહેતાએ ત્રણેયના યુરોપ જવાની વ્યવસ્થા કરી હતી...દુબઈ સુધીનું તમામ પ્લાનિંગ હર્ષિત મહેતા નામના શખ્સે કર્યું...બાદમાં આગળ કયા દેશમાં જવાનું પૂછતા કોઈ જાણકારી નહોતી આપી...પરંતુ દુબઈથી પરિવારને સીધા લીબિયાના બેંગાજી સિટીમાં ઉતાર્યા...ત્યાં બંધક બનાવી વિડીયો બનાવી મહેસાણામાં પરિવાર પાસે ખંડણીની માગ કરી હતી...આખરે ખંડણીની રકમ આપતા પરિવારને છોડવામાં આવ્યો અને તેઓ પરત ફર્યા
ડિસેમ્બર 2025માં ડેટા એન્ટ્રીની નોકરી આપવાના બહાને મ્યાનમાર ગયેલા ગુજરાતના 100 જેટલા યુવકો ફસાયા હતા.. ઈમિગ્રેશન થઈ ગયુ હોવા છતા કોઈ મદદ કે રસ્તો ન મળતા યુવાનોએ ભારત સરકાર સમક્ષ મદદની માગ કરી હતી.....જો કે ભારત સરકાર અને વિદેશ મંત્રાયલના પ્રયાસથી ગણતરીના દિવસોમાં તેમણે પરત લવાયા હતા
ઓક્ટોબર 2025માં માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકોને ઈરાનના તહેરાનમાં બનાવવામાં આવ્યા હતા બંધક...ગેરકાયદે ઓસ્ટ્રેલિયા જવાની ઘેલછામાં ફસાયા એજન્ટોની જાળમાં અને દિલ્લીથી બેંગકોક,દુબઈ અને ત્યારબાદ ઈરાનના તહેરાન પહોંચ્યા...જ્યાં એરપોર્ટની બહાર નીકળતા જ ચારેયનું અપહરણ કરી દેવાયું..ચારેયને બંધક બનાવી અમાનુષી અત્યાચાર ગુજારાયો...વીડિયો બનાવીને પરિવાર પાસે બે કરોડની ખંડણી માગી...અંતે માણસાના ધારાસભ્ય જે એસ પટેલે આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરતા ચારેયને સુરક્ષિત પરત લાવવામાં સફળતા મળી.....
20 જૂન 2025માં પોરબંદરના 19 લોકો નોકરીની લ્હાયમાં છેતરપિંડીનો શિકાર બન્યા હતા...અને બેંગકોંકમાં ફસાયા હતા....તુષાર નામનો યુવક બે વર્ષ અગાઉ અભ્યાસ માટે સાયપ્રશ ગયો હતો.. જ્યાં તેણે તેમના સંબંધીને જાણ કરી હતી કે અહિં હોટલમાં કામ કરવા માટે પાંચ માણસોની જરૂર છે.. જે કામ કરવા માટે ઈચ્છુક હોય તે વ્યક્તિ દીઠ ચાર લાખ આપીને આવી શકે છે.. જેથી પહેલા પાંચ લોકો અમિત અગ્રવાલ નામના વ્યક્તિે પૈસા આપીને બેંગકોક ગયા હતા.. બાદમાં વધારે લોકોની જરૂર હોવાથી અમિત અગ્રવાલે કુલ 19 જેટલા યુવક યુવતીઓ પાસેથી ચાર ચાર લાખ પડાવીને બેંગકોક મોકલ્યા હતા.. જો કે બેંગકોક ગયા બાદ યુવક-યુવતીઓને નોકરી ન મળતા તમામ રઝળી પડ્યા..બેંગકોકમાં ફસાયેલા લોકો સોશલ મીડિયાના માધ્યમથી વીડિયો બનાવીને ભારત સરકાર પાસે મદદ માગી હતી...ત્યારબાદ તમામને પરત લાવવામાં આવ્યા હતા...





















