Hun To Bolish : હું તો બોલીશ : આપણી ઈમ્પેક્ટ
છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપના નેતાઓના તમાશાના હું તો બોલીશના અહેવાલની જોરદાર અસર થઈ..બંદુક અને કારતૂસના પટ્ટા સાથે જાહેરમાં તમાશો કરનાર ભાજપ સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ અને ભાજપના જ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા વિરૂદ્ધ પોલીસ ગુનો દાખલ કરવા મજબુર બની.. પોલીસે સાંસદ જશુ રાઠવા, પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા વિરૂદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે.. ભાજપ નેતાઓએ જાહેરમાં કરેલા તમાશા બાદ જિલ્લા કૉંગ્રેસે રોષ વ્યક્ત કર્યો હતો. તો આ કાર્યક્રમમાં અમે પણ પોલીસની ઢીલી કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા.. જે બાદ મામલાની ગંભીરતાને જોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી.. રાજપીપળા કમલમ પર વિજેતા ઉમેદવારોને શુભેચ્છા આપવા પહોંચેલા ભાજપ સાંસદ જશુ રાઠવાએ બચાવ કર્યો કે લાકડી, તીર કામઠા લઈને નાચવાની આદિવાસીઓની પરંપરા રહી છે.. પરંતુ આ વખતે અતિ ઉત્સાહમાં કાયદો યાદ ન રહ્યો.. હથિયાર ચલાવવાનો અમારો કોઈ ઈરાદો નહોતો.. કાયદો જે સજા કરશે તે સ્વીકારવાની સાંસદે તૈયારી દર્શાવી..





















