Hun To Bolish | હું તો બોલીશ | અધિકારીઓના ભ્રષ્ટાચાર પર બુલડોઝર ક્યારે?
રાજ્યમાં પ્રથમ વખત ભ્રષ્ટાચારની કેનાલ પર દાદાનું બુલડોઝર ચાલ્યું. abp અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું. ખેડાની વાંઠવાડી ગામમાંથી પસાર થતી કેનાલ તોડી પડાઈ હતી. નવી કેનાલના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી હતી. 2 કરોડના ખર્ચે બની રહેલી કેનાલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આરોપો લાગ્યા હતા. પૂર્વ મંત્રી અર્જૂનસિંહે તપાસ કરી ત્યારે હથોડી મારી તો સિમેન્ટને બદલે ફક્ત માટી હોય તેમ ધુળના ઢેફા ઉખડ્યા. તો કેટલાક સ્થળે પગ માર્યો તો ભ્રષ્ટાચારના ગાબડા પડતા જોવા મળ્યા. એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલ બાદ જાગૃત થયેલા સિંચાઈ વિભાગે ભ્રષ્ટાચારની આ કેનાલ ઉપર બુલડોઝર ફેરવી દીધું. નબળી કેનાલને ખોદી નાખવાની કામગીરી શરૂ કરાઈ. જે માટે ગાંધીનગર અને નડીયાદ સિંચાઈ વિભાગની સંયુક્ત તપાસ ટીમો વાઠવાડી પહોંચી હતી. નિર્ધારિત માપદંડો મુજબ મટીરિયલનો ઉપયોગ ન થયાનું બહાર આવ્યું. જે બાદ 2 કિમી સુધીની કેનાલને જેસીબી મશીનથી સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવી. ભ્રષ્ટાચાર સામે બુલડોઝર કાર્યવાહીથી ખેડૂતો ખુશ થયા. કારણ કે જો આ ભ્રષ્ટ કેનાલમાં પાણી છોડાયું હોત તો ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન થવાની ભીતિ હતી.





















