Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકાની આગાહી કેટલી સાચી?
શરૂઆત કરીએ તે પહેલા અંબાલાલ કાકાએ 6 સપ્ટેમ્બરે શું આગાહી કરી હતી તે સાંભળી લઈએ...
કાકાની આગાહી થોડી સાચી પડતી લાગી રહી છે, કારણ કે રાજકીય પક્ષોમાં કકળાટ શરૂ થઈ ચૂક્યો છે. તાપી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ આવ્યો બહાર. જિલ્લા સંગઠનની રચના થાય તે પહેલ જ ભાજપનો આતંરિક જૂથવાદ બહાર આવતા રાજનીતિ ગરમાઈ.. પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈ પર પાર્ટી વિરોધી કૃત્ય, કાર્યકર્તાઓને ધમકાવવા અને પાર્ટી તરફથી કરવામાં આવતા કામોમાં અડચણ ઉભી કરવાનો આરોપ લાગ્યો. વાલોડ તાલુકા સંગઠન પ્રમુખ સહિત 50થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જિલ્લા સંગઠન પ્રમુખને ફરિયાદ કરી. જો કે, પોતાના પર લાગેલા આરોપોને ફગાવતા સુરજ દેસાઈએ સ્પષ્ટતા કરી કે, સંગઠનનું કામ હોવાનું જણાવી કેટલાક કાર્યકર્તાઓ પાસે કોરા કાગળ પર સહીઓ કરાવવામાં આવી છે. આગામી દિવસોમાં સંગઠનની રચનાને લઈને કિન્નાખોરી રાખીને ફરિયાદ કરવામાં આવી છે..





















