Hun To Bolish: હું તો બોલીશ : અશાંતધારાનો ભંગ એક ષડયંત્ર?
અશાંતધારો એટલા માટે કે કોઇપણ શહેરની, નગરની શાંતિ ન ડહોળાય. અશાંતધારો એટલા માટે કે કોઈપણ એક ધર્મના લોકો જ્યાં સવિશેષ રહેતા હોય ત્યાં બીજા ધર્મના લોકો પ્રોપર્ટી વસાવવાનું શરુ કરી અને આખી જે તે શહેરની ડેમોગ્રાફી ન બદલાય. એ માટે અશાંતધારાનો કાનૂન આપણા રાજ્યમાં વર્ષોથી અમલમાં છે. અનેકવાર અનેક શહેરોમાં ધારાસભ્યોની, જનપ્રતિનિધિઓની માગણી રહી છે અને સર્વે કર્યા બાદ અભ્યાસ કર્યા બાદ અશાંતધારો લાગુ પણ કરાયો છે અને વિસ્તારોનું વિસ્તરણ પણ થતું રહ્યું છે. પણ આ તમામની વચ્ચે અન્ય કોઈ નહીં. પણ ખુદ ભાજપના જ ધારાસભ્યો, સાંસદો આ મુદો ઉઠાવતા રહ્યા છે અને અશાંતધારાનો અમલ ન થતો હોવાનો પણ આરોપ લગાવતા રહ્યા છે. આરોપ તો ત્યાં સુધી લાગતો રહ્યો છે કે અશાંતધારા વિસ્તારની અંદર દસ્તાવેજ હિન્દુના નામે થાય અને પછી બે નંબરમાં પ્રોપર્ટી મુસ્લિમને આપવામાં આવે. આ જ પ્રકારે મુસ્લિમ વિસ્તારમાં પણ હિન્દુઓએ એવું કર્યુ હોય. એવું પણ સંભવ છે.























