Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
ખેરાલુના પૂર્વ ધારાસભ્ય ચોધરી સમાજના અગ્રણી અને ભાજપના નેતા રમિલાબેને મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર. રમિલાબેને આ પત્રમાં ઓગળધામના મહંત બળદેવગીરી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. ચોધરી સમાજના અગ્રણી એવા અજમલભાઈ ચૌધરીનુ અપહરણ કરી તેમને માર મારવાનો અને લૂંટ કરવાની FIRમાં તટસ્થ તપાસ અને મહંતનુ આરોપી તરીકે નામ લખાય તેવો પણ ઉલ્લેખ કર્યો છે. રમિલાબેને કેમ પત્ર લખ્યો તે આખો ઘટનાક્રમ સમજવો જરૂરી છે. અજમલભાઈ ચૌધરીનો એક વીડિયો વાયરલ થાય છે જેમાં તેઓ હાથ જોડી માફી માંગતા નજરે પડે છે. કે બે લોકો પૈકી એક અજમલભાઈને થપ્પડો મારતો પણ દેખાય છે. કહેવાય છે કે આ વીડિયો જુલાઈ મહિનાનો મનાય છે.
આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે અજમલભાઈના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. વીડિયોમાં તેઓ હાથ જોડીને માફી માંગતા જોવા મળે છે અને એક વીડિયોમાં તેમને થપ્પડ મારવામાં આવતી હોવાનું પણ દેખાય છે. અન્ય વીડિયોમાં તેઓ જમીન પર બેસીને વિનંતી કરતા જોવા મળે છે, જ્યારે એક વીડિયોમાં મહંત બળદેવનાથ તેમને ધમકાવતા હોવાનું દેખાય છે. વધુ એક વીડિયોમાં પોલીસકર્મીની હાજરીમાં અજમલભાઈ પોતાની ભૂલ સ્વીકારતા હોવાનું સંભળાય છે.
આ વીડિયો વાયરલ થયા બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો. સોશિયલ મીડિયા પર ન્યાયની માંગ ઉઠી, વિવિધ સ્થળોએ બેઠકો યોજાઈ અને પાલનપુરમાં રેલી પણ કાઢવામાં આવી. સમાજનો આરોપ છે કે મહંતના મળતીયાઓએ અજમલભાઈનું અપહરણ કર્યું હતું. બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ, પરંતુ તેમાં મહંત બળદેવનાથનું નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું નહીં. પોલીસે માત્ર અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરી.