Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું 'મહેસૂલ'?
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 3 અને 4 ઓક્ટોબરે ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્યમંત્રીએ રાજ્યના મહેસૂલ વિભાગની જન સામાન્યમાં કેવી છાપ છે. તે અંગે માર્મિક ટકોર કરી કે, મહેસૂલ ખાતું એક એવું ખાતું છે કે, જેમાં એક વખત માણસ ફસાયો તો. સરકારો પણ બદલાઈ જાય. અને અધિકારીઓ પણ બદલાઈ જાય.
4 ઓક્ટોબરે મહેસાણા કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતો રેવન્યૂ ક્લાર્ક વિશ્વજીત કમલેકર 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો. ખેતીની જમીનને બિનખેતી કરવા માટે 23 લાખની લાંચ માગી હતી. રકઝકને અંતે 9 લાખની રકમ નક્કી થઈ.. ફરિયાદીએ ACBને જાણ કરતાં છટકું ગોઠવી 9 લાખની લાંચ લેતા દબોચી લેવાયો.
5 ઓક્ટોબરે સુરતમાં અઢી લાખની લાંચ લેતા ઝડપાયો સબ રજિસ્ટ્રાર. અડાજણમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા મહેશ પરમારે દસ્તાવેજની નોંધણી માટે વાંધા ન કાઢવા 3 લાખની લાંચ માંગી. ફરિયાદીએ અડાજણમાં ખેતીની જમીન ખરીદી હતી. કાયદા મુજબ તમામ ફી ભરીને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જો કે દસ્તાવેજોમાં કાયદેસરનો કોઈ વાંધો ન હોવા છતા લાંચિયા અધિકારી મહેશ પરમારે ઓર્ડર પસાર કરવાના બદલામાં ફરિયાદી પાસેથી ત્રણ લાખની લાંચની માગ કરી. આખરે અઢી લાખની લાંચ આપવાનું નક્કી થયું. પરંતુ ફરિયાદી લાંચ ન આપવા માગતા હોવાથી તેણે ACBમાં ફરિયાદ કરી. એસીબીની ટીમે છટકુ ગોઠવીને મહેશ પરમારને તેની જ ઓફિસમાં લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા. મહેશ પરમાર છેલ્લા 27 વર્ષથી સરકારી નોકરીમાં છે.. તેનો માસિક પગાર પણ આશરે 80 હજાર છે.. ત્યારે આરોપીએ 27 વર્ષની નોકરી દરમિયાન કેટલી સ્થાવર અને જંગમ મિલકત વસાવી છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે.




















