Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!

Continues below advertisement

અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાન અને પ્રસાદની રકમમાં કરોડો રૂપિયાની હેરાફેરી અને ચોરીના કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે...ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા પવન પાંડેયે રામ મંદિર ચઢાવાના 5 થી 7.5 કરોડ રૂપિયાની ચોરીના આરોપ લગાવ્યા...જે બાદ અખિલેશ યાદવે મુદ્દાને સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો...વધુ તપાસ કરવા માટે સરકારે SITની રચના કરી.... આ કેસમાં SIT તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં રામ મંદિર સાથે જ સંકળાયેલા 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે..મંદિરના દાન પાત્રોમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને વિદેશી ચલણની ચોરી કરતા હોવાનો આરોપ લાગ્યો છે...આરોપીઓના ઘરેથી લાખો રૂપિયાની રોકડ પણ મળી છે...આરોપીઓમાં મંદિર ટ્રસ્ટના લોકોના નજીકના લોકો સામેલ હોવાના આરોપ લાગ્યા છે...દાન ચોરીના આ કેસમાં શરૂઆતથી જ બે નામની સૌથી વધુ ચર્ચા છે જ છે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા...26 જૂને આ બંને પોતાના પદ પરથી રાજીનામનું આપ્યુ હતુ...ચંપત રાય પર મુદ્દાને છૂપાવવો, દાનનો હિસાબ ના રાખવો, મંદિર માટે જમીન ખરીદીમાં ગડબડી કરવાનો અને અનેક ગણા વધારે કિંમત પર જમીન ખરીદવાના આરોપ લાગ્યા છે..તો અનિલ મિશ્રા પર નિર્માણ કાર્યમાં કમિશન લેવાનો, નજીકના લોકોને કેશ કાઉન્ટિંગમાં લગાવવાના, અને કેશ કાઉન્ટિંગનિ SOP પાલન ના કરવાના આરોપ લાગ્યા છે... જો કે દાન ચોરીની ઘટના બાદ  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક આજે મળી...જેમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે..અને પૂર્વ IFS કૃષ્ણ મોહનને મહાસચિવનો કાર્યભાર સોંપવામાં આવશે..કેટલાક નવા પદાધિકારીઓ ચૂંટાશે ...ટ્રસ્ટનું કહેવું છે કે પ્રબંધનમાં ક્યાંક ખામી રહી ગઈ છે...ફરી આવી ઘટના ના થાય..તો મંદિરમાંથી આભૂષણો ચોરાવવાની ઘટનાને ટ્રસ્ટે ભ્રામક ગણાવી છે...દાનમાં મળેલા આભૂષણો પણ ટ્રસ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યા...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola