Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
શનિવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા પાડલિયા ગામમાં વનકર્મી, પોલીસકર્મી અને રેવન્યૂના અધિકારી પર 'જીવલેણ હુમલા'ની ઘટના ઘટી હતી....આ હુમલામાં કુલ 47 જેટલા કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા...પોલીસે આ મુદ્દે 27 વિરુદ્દ નામજોગ સહિત 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે....અને પોલીસે ગામ જઈને પંચનામું કરવાની કામગીરી કરી....આજે રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ અંબાજી પોલીસ સ્ટેશન પર SP અને DySP સાથે બેઠક કરીને ઘટના અંગે માહિતી મેળવી....તો બીજી તરફ સમાજના આગેવાનો, આસપાસના ગામલોકો, સ્થાનિક ધારાસભ્ય સહિત પંચાયતના સભ્યોની હાજરીમાં બેઠક મળી.. જેમાં ઘટનાની હકિકત અને નિરાકરણ માટેની ચર્ચા કરવામાં આવી.. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના આદિવાસી આગેવાનોએ ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લીધી...કાંતિ ખરાડીએ આરોપ લગાવ્યો કે, આદિવાસીઓની માલિકીની જમીન પર ગેરકાયદે ખાડા ખોદવામાં આવ્યા....પ્રશાસને આદિવાસીઓના કુવા પુરી મકાનો તોડી નાખ્યા....સાથે જ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી નુકસાનીના વળતરની માગ કરી...
તો બીજી તરફ આદિવાસી સમાજના આગેવાનોએ પોલીસે કરેલી ફરિયાદોને પરત લેવાની માગ કરી...સાથે જ ચીમકી ઉચ્ચારી કે, જો પોલીસ એક તરફી કાર્યવાહી બંધ નહીં કરે તો આદિવાસી સમાજ પણ પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરશે....તો ભાજપ કાર્યકર્તા લાધુ પારગીએ આરોપ લગાવ્યો કે આવા અધિકારીઓને લીધે સરકારને બદનામી સહન કરવી પડી રહી છે...
આ તરફ વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ઘટનાને વખોડીને મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપી.. તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો કે વગર નોટિસે વનવિભાગની ટીમે મકાન તોડવા ગઈ તે અયોગ્ય.. વનવિભાગની ટીમને માર મારવાનો અધિકાર કોણે આપ્યો..





















