Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો

Continues below advertisement

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ખુલ્લે આમ દારુ મળે છે.. તે હકીકત છે... આ તમે હું બધા જાણીએ છીએ... હલકી ગુણવત્તાવાળો દારુ, કેમિકલવાળો દારુ પીવાથી લોકોના ઘર ઉજડી ગયા હોય... પરિવાર બરબાદ થઈ ગયા તેવા અનેક દાખલા આપણે જોયા છે... દારૂબંધી ખરેખર નથી તેની પોલ ખુદ ભાજપના સાંસદે ખોલી છે... શંકરસિંહ બાપુ તો કેતા આવ્યા છે... પણ આજે એક સાંસદે કહ્યું કે, કેમિકલવાળો દારુ પીવો એના કરતા  ઘરે મહુડો બનાવીને પીવો... સાંભળી લો એ સાંસદ શ્રીને..

સમગ્ર ઘટના પર નજર કરીએ તો.... નાંદોદના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને સલાહ આપી..કે, ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો.  સાંસદે આદિવાસી વિસ્તારોમાં કેમિકલયુક્ત દારૂ ઘુસાડતા બૂટલેગરો સામે આક્રોશ વ્યક્ત કર્યો...  તેમણે આક્ષેપ કર્યો કે મોટા કન્ટેનરો દ્વારા બહારથી ઝેરી દારૂ લાવીને આદિવાસી યુવાનોને બરબાદ કરવામાં આવી રહ્યા છે.... જોકે, આ દરમિયાન તેમણે સ્થાનિકોને કેમિકલવાળા દારૂના બદલે ઘરે જ મહુડાનો પરંપરાગત દેશી દારૂ બનાવીને પીવાની વિવાદાસ્પદ સલાહ આપી દીધી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola