Hun To Bolish | હું તો બોલીશ | દારૂની સૌથી મોટી ખેપ
ગુજરાતનું રણપ્રદેશ કચ્છમાં દારૂનો દરિયો વહ્યો હતો. કચ્છના ભુજથી ચાર કરોડથી વધુનો દારુ ઝડપાયો. વડવાલા ગામ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીને ગુજરાતના ઈતિહાસની દારૂની સૌથી મોટી ખેપ ઝડપી પાડી. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. આકસ્મિક દરોડાને કારણે બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ . પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 56,088 બોટલો કબજે કરી. પોલીસે સ્થળ પરથી જસરામ જગા ભરવાડ અને વિશાલ બિરેન કરમકામની ધરપકડ કરી. સાથે 23 નામચીન બુટલેગરોને વૉન્ટેડ જાહેર કર્યા. SMCની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીર પર સવાલ ઉઠતા રેન્જ આઈજીએ પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આ રેડ એવા સમયે પડી જ્યારે ગુજરાતના ડીજીપી કચ્છની મુલાકાતે પહોંચવાના હતા.
કચ્છ રેન્જમાં પ્રોહિબિશનના કુલ 305 ગુના નોંધાયા 1104 આરોપીઓ દારુ અને મુદ્દામાલ સહિત 76 કરોડ,1 લાખ,69 હજાર ,767 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ પૈકી SMCએ 25 ગુના નોંધ્યા. 183 આરોપીઓ અને કૂલ મુદ્દામાલ 13 કરોડ,84 લાખ,78 હજાર,296 રૂપિયાનો દારુ અને મુદ્દામાલ ઝડપ્યો જ્યારે સ્થાનિક પોલીસ અને તેની વિવિધ બ્રાંચે 280 ગુના નોંધ્યા. 921 આરોપીઓ અને કૂલ 62 કરોડ 16 લાખ 91 હજાર 471 રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો.























