Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'

સુરેંદ્રનગરના તરણેતર ગામે ગૌશાળાના લાભાર્થે આયોજીત ટિકિટ ડ્રોના કાર્યક્રમમાં થયો જબરજસ્ત હોબાળો....સમયસર ડ્રો ન કરવામાં આવતા લોકો ઉશ્કેરાયા..ડ્રોનો સમય સવારે 11 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો..દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ડ્રોના સ્થળે ઉમટી પડ્યા...પરંતુ કલાકો વીતવા છતા ડ્રોની પ્રક્રિયા શરૂ ન કરતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો...સમયસર ડ્રો ન થતા ઉશ્કેરાયેલા લોકોએ હોબાળો મચાવવાનો શરૂ કર્યો....સ્થિતિ બેકાબૂ બનતી જોઈ પોલીસની ટીમ પણ સ્થળે પહોંચી..પોલીસે ઉશ્કેરાયેલા ટોળાથી બચાવવા આયોજકોને પીસીઆર વાનમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો...તો લોકોએ પોલીસની વાન પર પણ પથ્થરમારો શરૂ કર્યો..પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ પર કાબૂ મેળવ્યો..આયોજકોની અટકાયત કરી થાન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા....

શ્રીકૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રમ થકી લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું....સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં 14 જાન્યુઆરીએ એક દિવસ પૂરતા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા...જેમાં 60 હજાર લોકોએ 500 રૂપિયાના લેખે ટિકિટ લીધી હતી....15 જાન્યુઆરી સવારે સાડા 10 વાગ્યે ડ્રો થવાનો હતો...જો કે, રાત્રે 11 વાગ્યા સુધી ડ્રો ન થતા લોકો રોષે ભરાયા અને બબાલ થઈ....

((ઈનામમાં 51 લાખ રોકડ રૂપિયા....2 સ્કોર્પિયો...1 થાર...1 ટાટા નેક્સન....1 ટાટા પંચ....1 સ્વીફ્ટ....1 વેગેનાર...1 અલ્ટો...1 ટાટા નેનો....1 KTM બાઈક...1 રોયલ એન્ફિલ્ડ બુલેટ....1 રોયલ જાવા...1 એનફાઈવ 200 બાઈક....1 સ્પેલન્ડર બાઈક...1 પ્લેટિનિયમ બાઈક....1 ઈલેક્ટ્રિક બાઈક....1 સોનાનો હાર અથવા 1 લાખ 11 હજાર 111 રૂપિયા રોકડ....1 સોનાની બંગડી અથવા 51 હજાર 111 રૂપિયા રોકડા....1 સોનાની બુટ્ટી અથવા 41 હજાર 111 રૂપિયા....1 સોનાનો ચેન અથવા 31 હજાર 111 રૂપિયા રોકડ....1 સોનાની વીંટી અથવા 21 હજાર 111 રૂપિયા રોકડ....1 સેમસંગ અલ્ટ્રા મોબાઈલ....1 આઈફોન....6 એન્ડ઼્રોઈડ ફોન....11 કોમ્પ્યુટર....11 ફ્રિજ....11 ઘરઘંટી....11 32 ઈંચ એલઈડી ટીવી.....11 કુલર....11 વ્યક્તિને હીરાસરથી અયોધ્યા પ્લેનની ટૂર....111 વ્યક્તિઓને સાદા ફોન....))

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola