શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ

રાજ્યમાં વરસાદની ઘટ રહેવાના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા સહિતના જિલ્લામાં ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ છે. બજારમાં પહેલા 80 રૂપિયા મણ લીલું મળતું હાલ અત્યારે અંદાજીત 120 રૂપિયા જેટલો ભાવ થઈ ગયો છે જયારે તુવેરના ભુસા પહેલા 60 રૂપિયા મણ મળતો હતો અત્યારે 150 રૂપિયા ભાવ બોલાય છે. કુદરતી ચરિયાણ સુકાઈ જવાને કારણે પશુપાલકો માટે પશુધનનો નિભાવ ખર્ચ મોંઘો બન્યો છે. ઘાસચારાની ભારે અછત અને આસમાને પહોંચેલા ભાવના કારણે પશુઓનું જતન કરવું મુશ્કેલ બનતાં અનેક માલધારીઓએ પોતાના દૂધાળા પશુઓને વેચી દેવાની ફરજ પડી રહી છે.

અમરેલી જિલ્લામાં વરસાદે વિરામ લેતાં ગૌચરમાં ચરિયાણ ઘટી જવાથી માલધારીઓની સ્થિતિ કથળી છે. સાવરકુંડલાના જીરા ગામમાં 2000થી વધુ પશુઓના નિર્વાહનો પ્રશ્ન ગંભીર બન્યો છે, જ્યાં પશુઓને દૈનિક 4 મણ સૂકો અને 5 મણ લીલો ઘાસચારો જરૂરી હોય છે. ચોમાસા પહેલાં રૂ. 50-60માં મળતો લીલો ઘાસચારો વધીને રૂ. 125, સૂકો ઘાસચારો રૂ. 300-350 અને ખોળની ગુણી રૂ. 1500થી વધીને રૂ. 2200 પહોંચી જતાં નિભાવખર્ચમાં ભારે વધારો થયો છે. મોંઘા ઘાસચારા અને અપર્યાપ્ત ખોરાકને કારણે પશુઓના દૂધ ઉત્પાદનમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી અગાઉ 10 લીટર દૂધ આપતાં પશુઓ હવે માત્ર 5 લીટર દૂધ આપે છે. દૂધના પૂરતા ભાવ ન મળતાં પશુપાલન પર નભતા પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે માલધારીઓએ પોતાના અબોલ પશુઓને બચાવવા સરકાર પાસે તાત્કાલિક ઘાસચારાની ફાળવણી અને જરૂરી સહાયની માગ કરી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસાદી અછતને લીધે સીમાડા અને બજારમાં ઘાસચારાના ભાવ આસમાને પહોંચતાં પશુપાલકો ભારે મુંજવણમાં મુકાયા છે. ઉપલેટાના ખાખી જાળીયા ગામના પશુપાલકોના જણાવ્યા મુજબ, લીલો ઘાસચારો રૂ. 80થી વધીને રૂ. 120, તુવેરનું ભુસું રૂ. 60થી રૂ. 150, લીલી મકાઈ રૂ. 60થી રૂ. 120, મગફળીનો પાલો રૂ. 200થી વધીને રૂ. 400 પ્રતિ મણ તથા ખોળની ગુણીનો ભાવ રૂ. 1500થી વધીને રૂ. 2200 થઈ ગયો છે. આમ ઘાસચારા અને પશુઆહારના ભાવ ડબલ થતાં પશુઓનો દૈનિક નિભાવખર્ચ બેગણો વધી ગયો છે, જ્યારે દૂધ મંડળીઓમાં દૂધના ભાવ સ્થિર જ રહ્યા છે. આગામી સમયમાં ઘાસચારાની ગંભીર અછત સર્જાય તે પહેલાં સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક રાહત દરે ઘાસ ડેપો શરૂ કરી વિતરણ કરવામાં આવે અને જરૂરી આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માગ પશુપાલકો કરી રહ્યા છે.


જસદણ અને વિંછીયા તાલુકામાં અપૂરતા વરસાદના કારણે અબોલ પશુઓ માટે ચરિયાણનો પ્રશ્ન અત્યંત વિકટ બનતાં પશુપાલકો અને માલધારીઓને ઊંચા ભાવે ઘાસચારો ખરીદવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને મંત્રી કુંવરજી બાવળિયાએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને ફોરેસ્ટ વિભાગ હસ્તકની સરકારી વીડીમાં પશુઓને ચરાવવા માટે મંજૂરી આપવા રજૂઆત કરી છે. તેમણે વનમંત્રી સાથે ચર્ચા કરીને જણાવ્યું કે માલધારીઓને રાહત મળે અને અબોલ પશુઓ માટે પૂરતો ચારો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વન વિભાગ દ્વારા વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં આવે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
Embed widget