Hun Toh Bolish: હું તો બોલીશ: ગુજરાતમાં કેમ વધી ગુનાખોરી ?
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ, 2023માં ગુજરાતમાં ગુનાઓની સંખ્યા એક વર્ષમાં 10 ટકા વધીને 5.78 લાખ થઈ છે. સૌથી વધુ ગુના નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત પાંચમા સ્થાને છે. દેશના 19 મોટા શહેરમાંથી ગુના બાબતે સુરતમાં 63 હજાર 142 ગુના સાથે ચોથા અને અમદાવાદ 53 હજાર 311 ગુના સાથે પાંચમા સ્થાને છે. વર્ષ 2023માં 1019 હત્યા થઈ જ્યારે 637 દુષ્કર્મના બનાવ બન્યા હતા. જેની સરખામણીએ વર્ષ 2022માં 610 દુષ્કર્મના કેસ નોંધાયા હતા. વર્ષ 2023માં 8 હજાર 948 લોકોએ આત્મહત્યા કરી હતી. મહિલા સાથે હિંસાના 7 હજાર 805 બનાવ બન્યા હતા. જ્યારે વર્ષ 2022માં 7 હજાર 731 મહિલા સાથે હિંસાની ઘટનાઓ બની હતી. વર્ષ 2023માં બાળકો સાથે હિંસાની 5 હજાર 83 ઘટના બની હતી. જ્યારે વર્ષ 2022માં બાળકો સાથે હિંસાના 4 હજાર 964 કેસ નોંધાયા હતા. વર્ષ 2023માં અપહરણના 1 હજાર 840 કેસ નોંધાયા જ્યારે વર્ષ 2022માં 1 હજાર 891 અપહરણની ઘટના બની હતી. વર્ષ 2023માં 423 કરોડ રૂપિયાના કિંમતી ઝવેરાત, મોબાઈલ ફોન, વાહનો, રોકડની જેવી મત્તાની ચોરી થઈ હતી. માત્ર 23 ટકા એટલે કે, 98 કરોડની રિકવરી થઈ હતી. 4 હજાર 912 આર્થિક ગુના, 1 હજાર 995 સાયબર ક્રાઈમના કેસ નોંધાયા હતા. જે વર્ષ 2022 કરતા વધુ છે.ચોરીના 21 હજારથી વધુ બનાવો નોંધાયા હતા.





















