(Source: ECI | ABP NEWS)
Hun To Bolish : હું તો બોલીશ : દાખલારૂપ કાર્યવાહી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : દાખલારૂપ કાર્યવાહી ક્યારે?
અમદાવાદના નારોલમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSI ફરજ પર જ દારુ પીધેલી હાલતમાં ઝડપાયા.... સ્થાનિકોએ PSIને દારુ પીધેલી હાલતમાં ઝડપીને હોબાળો મચાવ્યો....સાથે જ આરોપ લગાવ્યો કે, કે ડિવિઝન ટ્રાફિકની ઓફિસમાં PSIએ દારુ પીધો છે......
ઘટનાની જાણ થતા નારોલ પોલીસ પણ સ્થળ પર પહોંચી...નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈએ માહિતી આપી કે, કંટ્રોલરૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા દારુ પીધેલી હાલતમાં પોલીસચોકીમાં હાજર છે...પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પીએસઆઈ દારુ પીધેલી હાલતમાં મળ્યા...જેથી તેમની ઘરપકડ કરવામાં આવી...
આ PSI જયેન્દ્રસિંહ વીરપુરા પાસે દારૂ પીવાનું કોઈ લાઈસન્સ નથી....અને આ ભાઈ ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત પણ થઈ ગયા છે...
============
મિસરી ફિલ્મની હિરોઈન પર કાર્યવાહી નહીં
31 ઓક્ટોબરે ગુજરાતી ફિલ્મી 'મિસરી' રિલીઝ થઈ....રિલીઝ પહેલા 29 ઓક્ટોબરની રાત્રે ફિલ્મના સ્ટારકાસ્ટે અમદાવાદના રસ્તાઓ પર પ્રમોશનના નામે સ્ટંટ કર્યા હતા..કલાકારોએ જાહેર રસ્તા પર જીવ જોખમમાં મૂકીને કરેલા બાઈક સ્ટંટના વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયા...ત્યાં સુધી અમદાવાદની ટ્રાફિક પોલીસને જાણ નહોતી...ગુજરાત પોલીસે ધ્યાન દોર્યું ત્યારે ફરિયાદ નોંધવામાં આવી અને માત્ર ત્રણ લોકો પ્રેમ ગઢવી, ટીકુ તલસાણીયા અને જેસલ જાડેજા સામે સ્ટંટ કરવા બદલ BNS 281 મુજબ ગુનો નોંધવામાં આવ્યો...જો કે, સ્ટંટના વીડિયોમાં ફિલ્મની હિરોઈન માનસી પારેખ બાઈક ઉપર ઉભેલી ચોખ્ખી દેખાતી હતી...પરંતુ પોલીસે ત્યારે મને કહેલું કે તપાસ બાદ કાર્યવાહી કરીશું...પણ હજુ સુધી માનસી પારેખ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી...============
ગાંધીનગર ઘ-0 સર્કલ હિટ એન્ડ રન
19 ઑક્ટોબરે ગાંધીનગરના ઘ-0 સર્કલ પર બની હતી હિટ એન્ડ રનની ઘટના...મોપેડ ચાલક રાહુલ મુલચંદાણીને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો.. જો કે હિટ એન્ડ રનની ઘટના બાદ જ્યોતિ જૈન નામની મહિલા પોલીસ સમક્ષ હાજર થઈને અકસ્માત પોતે કર્યો હોવાની કબૂલાત આપી હતી.. પરંતુ ફરિયાદી અને ભોગ બનનાર રાહુલ મુલચંદાણીનો આરોપ છે કે અકસ્માત કરનાર મહિલા નહીં પણ પુરૂષ હતો.. જે નશાની હાલતમાં હતો.. 120 કે તેથી વધુ સ્પીડ પર કાર ચલાવતો હતો.. NIFTના સિક્યોરિટી ગાર્ડએ પણ કહ્યુ કે કાર ચાલક પુરૂષ જ હતો..મુદ્દો મીડિયા સુધી પહોંચતા પોલીસે તપાસ કરી..તો જાણવા મળ્યું હતુ કે, આરોપી NIFTના ડાયરેક્ટરના ઘરે આવેલા મહેમાનનો સગીર પુત્ર છે... ધરપકડ કરવાની જગ્યાએ પોલીસે આરોપી સગીરને 27 ઓક્ટોબરે હાજર થવા નોટીસ આપી..આરોપી ત્યારે હાજર ન થયો તો 4 નવેમ્બર એટલે કે આવતીકાલ સાંજ સુધીમાં હાજર થવાની બીજી નોટીસ આપી...હવે કાલે પણ પાછો હાજર નહીં થાય તો પોલીસે ત્રીજી નોટીસ આપવાની તૈયારી કરી છે...પણ પોલીસની ઢીલી નીતીના કારણે 19 ઓક્ટોબરે કરેલા અકસ્માતનો આરોપી આજ દીન સુધી ફરાર છે....




















