Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
30 સપ્ટેમ્બર 2026, સવારે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરેલુ ફ્લાયદુબઈ એરલાઈન્સનું વિમાન કે જે ઈઝરાયલના તેલ અવીવ જવાનું હતું. તે વિમાનના ટેક ઓફ લીધાના અઢી કલાક બાદ 760 કિલોમીટર પ્રતિકલાકથી ગતિ વધારીને 1110 કિલોમીટર પ્રતિકલાકે પહોંચી જાય છે અને તેની ઉંચાઈ 34 હજાર ફૂટથી ઘટીને 17 હજાર ફૂટ આવી જાય છે. સાઉદી અરેબિયાના આકાશમાં પહોંચેલુ આ વિમાનનું સંતુલન બગડે છે અને 9 વાગ્યાને 28 મિનિટે ઈમરજન્સી કોડ એટલે કે 7700નો મેસેજ મળે છે આ મેસેજ કિડનેપિંગને લગતો હોય છે. યાત્રીઓ ડરેલા હોય છે ત્યાંતો વિમાનમાંથી ટ્રાન્સપોર્ડર કોડ 7500 થઈ જાય છે. વિમાનમાં તમામ લોકો પોતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરતા હોય છે તેટલામાં જ કોકપીટનો દરવાજો ખુલે છે અને લોહીલુહાણ હાલતમાં પાયલોટ સ્મિત મચ્છર નજરે પડે છે. UAEના તારણ પ્રમાણે આ આતંકી ગતિવિધિનું ષડયંત્ર હતું ઓમાનનો કો પાયલોટ તે ગતિવિધિમાં સામેલ થઈ ભારતીય પાયલોટ સ્મિત પર હુમલો કરે છે સ્મિત શૌર્યતા દર્શાવી કો પાયલોટના હુમલાનો સામનો કરે છે અને તેના જ કારણે અન્ય યાત્રીઓ ષડયંત્રમાં સામેલ એવા ઓમાની કો પાયલોટને પકડી લે છે અને ત્યારબાદ આ વિમાનનો રૂટ બદલી જોર્ડનના હવાઈમાર્ગે સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થાય છે. ફ્લાયદુબઈ એરલાઈનનો દાવો છે કે વિમાનમાં સવાર તેના અન્ય ક્રૂએ વિમાનનો નિયંત્રણ સંભાળી લીધું અને તેને સાઉદી અરેબિયાના શહેર તબુકમાં ઉતાર્યું. ગુજરાતી મૂળના ભારતીય પાયલોટ સ્મિત મચ્છરની ઝાબાજી અને અદભુત સંયમ સાથેની સતર્કતાના કારણે જ 174 યાત્રીઓ સહિત 8 ક્રૂ મેમ્બરનો જીવ બચે છે. સ્મિત મચ્છર સારવાર હેઠળ છે અને ઈઝરાયલના પ્રેસિડેન્ટ અમેરિકાના પ્રમુખ સહિત દુનિયાભરના દેશોમાં સ્મિતના શૌર્યની ચર્ચા થાય છે. જોકે આ ઘટના કોઈ ચમત્કારથી કમ નથી પ્રધાનમંત્રી મોદીએ આજે સ્મિત સાથે વીડિયોકોલથી વાત કરીતો આ ચમત્કાર પાછળની આધ્યાત્મિક શક્તિ ઉજાગર થઈ. આપણો આ બહાદૂર દીકરો અને સમગ્ર મચ્છર પરિવાર બજરંગબલીના પ્રચંડ ભક્ત છે અને સ્મિતે પણ આ શૌર્ય હનુમાનજીના સ્મરણ સાથે સ્વંય ઉદભવ્યાની વાત પણ કરી






















