Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?

Continues below advertisement

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસાતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ.. ગોરખપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ હોસ્ટેલમાં કેન્ટીન બંધ હોવાથી ટિફિન મગાવાતા હોવાનો ઉલ્લેખ કર્યો..  હોસ્ટેલમાં નશાના મુદ્દા ટિફિનમાં આવતા ડ્રગ્સ, ઈન્ટરનેટ ગાયબ, વીજળીની સમસ્યા, ગંદકી સહિતના તમામ મુદ્દાઓ પરનો રિપોર્ટ સંબોધનમાં વાંચ્યો.. સાથે જ પોતે કરેલા અનુભવની પણ વાત કરત ગુજરાતમાં ચાલતી ગોબાચારીનો પણ ઉલ્લેખ કર્યો.. સેમ્પલોના ટેસ્ટિંગમાં જે તે સમયે ગુજરાતમાં ચાલતી ગડબડીનો ઉલ્લેખ કરતા ખોરાક, સામગ્રીના સેમ્પલ ટેસ્ટિંગ પહેલા જ બદલાઈ જતા હોવાની આનંદીબેન પટેલે વાત કરી.. 

સુરેન્દ્રનગરના ચૂડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પીરસવામાં આવેલુ ભોજન લીધા બાદ એક સાથ 200 જેટલી વિદ્યાર્થિનીઓને ફુડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.. શાળામાં ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓને ઉલટી, પેટમાં દુઃખાવો અને ચક્કર આવવાનું શરૂ થતા પાંચથી વધુ એમ્બ્યુલન્સ મારફતે તમામને લીંબડી અને સુરેન્દ્રનગરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.. વિદ્યાર્થિનીઓનો આરોપ હતો કે સવારે બનાવેલી ખીર બપોરે આપવામાં આવી હતી.. જે ખીર આરોગ્યા બાદ તમામની તબિયત લથડી હતી. ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓએ સ્કૂલ સત્તાધીશો પર કડક કાર્યવાહીની માગ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોઈ સાંસદ ચંદુભાઈ શિહોરા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા નાયબ કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ચુડા હોસ્પિટલ પહોંચ્યા હતા.. આરોગ્ય અને ફુડ વિભાગે પણ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરી હતી.. 

રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી આલ્ફા ટ્યુશન ક્લાસિસમાં 10 વર્ષીય વિદ્યાર્થિની  આયુષી બલદાણીયાનું મોત થયું હતું. વિદ્યાર્થીની બીમાર હોવા છતાં સમયસર પરિવારને જાણ ન કરાતા સાવરકુંડલાના લુવારા ગામના અશોકભાઈ શીશારા સહિતના વાલીઓએ ભારે આક્રોશ વ્યક્ત કરી સંચાલકો સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. સંચાલકો ઊંચી ફી ઉઘરાવતા હોવા છતાં આરોગ્ય સબંધી પૂરતી સુવિધાઓ આપતા નથી અને તેમનું વર્તન પણ ઉદાસીન તેમજ તોછડાઈભર્યું હોવાનો આરોપ લગાવાયો હતો. સામાન્ય બીમારીમાં વિદ્યાર્થીનીનું મોત નિપજતાં વ્યથિત બનેલા વાલીઓએ પોતાના બાળકના એડમિશન રદ કરાવી લીધા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.જસદણ પોલીસ સ્ટેશન ખાતે હોસ્ટેલના સંચાલક અને માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola