Hun To Bolish : હું તો બોલીશ : ખાડા પૂરો, દિવાળી સુધારો !
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર ખાડામાં કાર ખાબકતા એક જ પરિવારના 4 સભ્યના મોત થયાનો લાગ્યો છે આરોપ. મૂળી તાલુકાના દાધોળિયા ગામના 45 વર્ષિય ચોપાભાઈ જેજરિયા દવાખાનાના કામને લઈને કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ચિત્રોડી ગામ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ છે...જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનમાં પાણી ભરાયેલા ખાડામાં કાર પલટી ખાઈ ગઈ. આ ઘટનામાં કારમાં સવાર 3 મહિલા અને 3 પુરુષ સહિત 6 વ્યક્તિઓને ઈજા પહોંચી. જેમાં 45 વર્ષના બબુબેન જેજરીયા, 30 વર્ષના ભાનુબેન જેજરીયા, 45 વર્ષના ચોથાભાઈ જેજરીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. જ્યારે અન્ય ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. અને હોસ્પિટલમાં ભાવનાબેન જેજરીયાએ દમ તોડ્યો. પોલીસે આ મુદ્દે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ તો સરપંચે પણ નાળાનું કામ ચાલતું હોવાથી ખાડામાં કાર ખાબકી હોવાથી અકસ્માત થયો હોવાનો આરોપ લગાવ્યો..





















