Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતના નસીબમાં થાંભલો ?
કેમ કે ગુજરાતની અંદર વીજળીનું ઉત્પાદન કચ્છમાં સવિશેષ થઈ રહ્યું છે...એની અંદર પણ સોલાર અને વિન્ડપાવરના પ્લાંટના કારણે વીજળીનું મોટા પાયે ઉત્પાદન થઈ હ્યું છે,જે રાજ્ય માટે તો ફાયદાકારક છે જ,દેશ માટે પણ છે....પણ સવાલ આ વીજળીના ટ્રાંસમિશનનો છે...વીજળીનું ટ્રાંસમિશન કરવા માટે નેશનલ પાવરગ્રીડ હોય કે પછી ખાનગી વીજળીનું ઉત્પાદન કરતી કંપનીઓ હોય...તે તેમની ટ્રાંસમિશન લાઈન નાંખવાની કામગીરી શરૂ કરતા હોય છે...અને એ ટ્રાંસમિશન લાઈન ઈન્સ્ટોલેશન માટેની જમીન સ્વાભાવિક રીતે જ ખેડૂતોની ખેતીની જતી હોય છે....(3 વિન્ડો)કચ્છથી પહેલો જિલ્લો મોરબીનો આવે છે,ત્યારબાદ સુરેંદ્રનગર અને અમદાવાદ...આ જિલ્લાઓની અંદર ખેડૂતો આક્રોશિત છે...મોરબીમાં ખેડૂતોએ વીજલાઈનની કામગીરીનો વિરોધ કર્યો....છેલ્લા કેટલાય દિવસથી આ વિરોધ યથાવત છે....તો સુરેંદ્રનગરમાં પણ વીજલાઈનના વિરોધમાં પૂરતું વતર આપવાની માગ સાથે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો...આ તરફ ધોળકાના ખેડૂતો પણ મેદાનમાં આવવા તૈયાર છે....






















