Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
ખેતીની જમીનમાં વીજલાઈન અને વીજ થાંભલા ઉભા કરવાના મુ્દે વિવિધ 6 માંગણીઓ સાથે મોરબીના જેતપરમાં શરૂ થયેલા અમરાણંત ઉપવાસનો આજે 17મો દિવસ છે. ખેડૂતોના હિતને સર્વોપરી રાખી રાજ્ય સરકારે ગઈકાલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો કર્યો..ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર લેખે વળતર ચુકવવામાં આવતું હતું..હવેથી ખેડૂતોને જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના બમણા ભાવ ચુકવવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો..આ ઉપરાંત પણ ઘણાં ફેરફારો કરી ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યો છે.
ખેડૂત આંદોલનના 17માં દિવસે ઉપવાસમાં ખેડૂતો સાથે બેસેલા નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે. નિલેષ એરવાડિયાને ઉપવાસ છાવણીમાંથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખેડૂત આંદોલન સમિતિએ છાવણીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો.
થોડા દિવસ અગાઉ ખેડૂતોના આંદોલનમાં લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ હાજરી આપી હતી અને ત્યારબાદ તેઓ નીકળી ગયા હતા. જે અંગે હકાભા ગઢવીએ આજે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી આંદોલનમાં સામેલ એવા નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ખેડૂત આંદોલન દરમિયાન સરકાર સાથે સમાધાન માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી. તેમના જણાવ્યા અનુસાર, તેમણે ખેડૂતોને ઉપવાસ ચાલુ રાખવાની સાથે સરકાર સાથે ચર્ચા કરવા પણ સલાહ આપી હતી. આ દરમિયાન નિલેશભાઈએ સરકાર સામે ન જવા બદલ કુલ 25 કરોડ રૂપિયાની માંગણી કરવાની વાત કરી હતી, જેમાંથી એક કરોડ રૂપિયા તેમને આપવાની ઓફર કરવામાં આવી હતી. હકાભાઈએ એવો પણ દાવો કર્યો કે આ સમગ્ર વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ તેમની પાસે છે. હકાભાઈએ આક્ષેપો સાથેનું ઓડિયો રેકોર્ડિંગ હોવાનો પણ દાવો કર્યો છે.