Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
રાજ્યના ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના સરકારના નિર્ણય પર ભારતીય કિસાન સંઘે વ્યક્ત કરી નારાજગી.. અપૂરતા વરસાદને લીધે થયેલી નુકસાનીને લઈને રાજ્યભરમાં સર્વે કરવાની ભારતીય કિસાન સંઘે માગ કરી.. એટલુ જ નહીં.. દુષ્કાળ જાહેર કરવા કરાયેલા સર્વેન વિગતો જાહેર કરવાની પણ ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ માગ કરી છે.. ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની પદ્ધતિ અંગ્રેજોના સમયની છે.. અનેક તાલુકા અને જિલ્લાના ખેડૂતો હજુ પણ સહાયથી બાકાત છે.. ભારતીય કિસાન સંઘે સરકારે જાહેર કરેલી સહાયને અપૂરતી ગણાવી નહેર આધારિત ખેતીને પાણી નહીં મળે તો સ્થિતિ વધુ ખરાબ થશે તેવી આશંકા વ્યક્ત કરી.. સાથે જ કપાસ પર આયાત ડ્યુટીના સમયગાળામાં વધારાથી ખેડૂતોને નુકસાન થતુ હોવાનો પણ ભારતીય કિસાન સંઘે આરોપ લગાવ્યો..





















