Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
દેશમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રઝળતા કૂતરાઓના ત્રાસ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે 7 નવેમ્બરે નવો આદેશ જાહેર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને કહ્યું છે કે, સરકારી અને ખાનગી હૉસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા અને રેલવે સ્ટેશન જેવાં જાહેર સ્થળોએથી રખડતાં કૂતરાંને ખસેડવામાં આવે. એ બાદ તેની નસબંધી અને રસીકરણ કરાવીને તેને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. આ સાથે જ કોર્ટે હાઈવે અને ઍક્સપ્રેસ વે પરથી રખડતાં કૂતરાં અને પશુઓને હટાવવાનો આદેશ આપ્યો હતો. આ સંજોગોમાં મહાનગરોમાં CNCD વિભાગ અસ્તિત્વમાં છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં કેવી રીતે તેની વ્યવસ્થા કરવી અને કોને જવાબદારી સોંપવી. કૂતરા ગણવાની, કૂતરા રાખવાની અને કૂતરા માટે વ્યવસ્થા કરવાની જેને લઈને ગુજરાત સરકારમાં જબરદસ્ત વિડંબણા જોવા મળી રહી છે




















