Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
રખડતા શ્વાનના કારણે લોકો ત્રાહિમામ છે. તે જગજાહેર છે... પ્રશાસન તરફથી જે મોટી મોટી વાતો કરવામાં આવે છે... શ્વાન પકડવાની, રસીકરણ, ખસીકરણ.. તે પણ ફક્તને ફક્ત કાગળ પર છે... વરવી વાસ્તવિકતા એટલા માટે કહી શકાય.. કારણ કે જેતપુરમાં છેલ્લા એક મહિનામાં શ્વાને બચકાં ભર્યા હોવાના 339 જેટલા કેસો સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે...
જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો જોરદાર આતંક છે.. રવિવારે એક જ દિવસમાં જેતપુર શહેર અને ગ્રામ્યમાં રખડતા શ્વાને હુમલો કરીને 25 જેટલા લોકોને ઈજાગ્રસ્તા કર્યા .. મંડલીકપુરમાં તો બે બાળકો પર રખડતા શ્વાને હુમલો કરતા એકને સારવાર માટે જૂનાગઢ ખસેડવાની પણ ફરજ પડી.. ત્યારે દિવસે દિવસે વધી રહેલા રખડતા શ્વાનના આતંકથી શહેરીજનોમાં પણ ડરનો માહોલ છે.. સ્થાનિકનો આરોપ છે કે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર રખડતા શ્વાન હુમલો કરવાનો પ્રયાસ કરે છે.... જેથી વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ બને છે....
સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં રખડતા શ્વાને બચકા ભરતા 339 કેસ નોંધાયા છે.. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં રખડતા શ્વાન કરડવાના કૂલ એક હજાર 13 કેસ નોંધાયા છે.. જેતપુર શહેરમાં માર્ચ મહિનામાં 333, એપ્રિલ મહિનામાં 341 અને મં મહિનામાં 339 કેસ નોધાયા છે...
રખડતા શ્વાનના આતંક સામે નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે ટૂંક સમયમાં એનિમલ હોસ્ટેલ તૈયાર કરાશે.. સાથે જ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને રખડતા શ્વાનના ખસીકરણ અને રસિકરણની પણ કામગીરી શરૂ કરવામાં આવશે..
તો જેતપુર શહેરના ટાંકુડીપરા અને જૂનાગઢ રોડ વિસ્તારમાં રખડતા શ્વાને છ લોકોને ભર્યા બચકા.. રસ્તે જતા છ જેટલા લોકો પર રખડતા શ્વાને હુમલો કરતા તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે..
જેતપુરના ડેડરવામાં શ્વાને મજૂરી કામ કરતી મહિલા પર હુમલો કર્યો.... મહિલાને બચકા ભતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ.... જેતપુર ગ્રામ્ય પંથકમાં રખડતા શ્વાનના આતંકને કારણે શ્વાનનું ખસીકરણ કરવા માગ ઉઠી છે...






















