Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
ભ્રષ્ટાચાર જ્યારે શિષ્ટાચાર બની રહ્યો છે અને સામાન્ય નાગરિક ભ્રષ્ટાચારથી પરેશાન છે જોકે હવે નાગરિકોમાં જાગૃતતા પણ સતત આવી રહી છે અને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરીને ભ્રષ્ટ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવાના કિસ્સા પણ વધી રહ્યા છે ત્યારે ACBથી બચવા બાબુઓએ નવો કિમીયો અપનાવ્યો છે. બાબુઓ હવે લાંચ સીધી રીતે પોતાના હાથે નથી લેતા પણ દલાલો મારફતે લે છે. પોલીસમાં વહીવટદારો તો અન્ય વિભાગોમાં કન્સલટન્ટ થકી બાબુઓ રૂપિયા વસૂલે છે.
ACBની ગિરફ્તમાં આવેલ અમદાવાદ ચીફ ફાયર ઓફિસર અમિત ડાંગરે આવા જ એક બાબુ છે આરોપ છેકે અમદાવાદ મહાનગર પાલિકામાં ચીફ ફાયર ઓફિસર એવા આ ડાંગરે બિલ્ડીંગોની ફાયર NOC આપવા કન્સનટન્ટ એટલે કે દલાલ મારફતે લાંચની માગણી કરી હતી અને ACBએ છટકુ ગોઠવી ભાવસિંહ ઝાલા નામના એક ખાનગી વ્યક્તિને 36 હજાર રૂપિયા વસૂલતા રંગેહાથ ઝડપ્યો છે. ડાંગરેની ધરપકડ થતા જ મનપાએ તેમને સસ્પેન્ડ પણ કરી દીધા છે
આપ તમામને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ યાદ હશે. ગેરકાયદેસર રીતે ધમધમતા ગેમઝોનમાં થયેલા જીવલેણ અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠીયા નામનો ચીફ ફાયર ઓફિસર ઝડપાયો હતો તેની પણ કરોડોની સંપતિ જપ્ત કરાઈ હતી. તે બાદ રાજકોટ મનપાના જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારું પણ લાંચિયો વહીવટ કરતા ACBએ ઝડપ્યા હતા. 2022માં લાંચ લેવા મુદ્દે 2024માં તેની ધરપકડ કરાઈ હતી