Hun To Bolish LIVE | હાઈવે અધૂરો, તો ટોલટેક્સ પૂરો કેમ?
ગુજરાતમાં હાઇવે પરના ટૉલ ટેક્સને લઇને મોટી બબાલ થતી રહે છે. અવારનવાર વાહન ચાલકો સવાલો ઉઠાવે છે કે, હાઇવે અધુરો છે તો પછી ટોલટેક્સ પુરેપુરે કેમ વસૂલવામાં આવે છે. આ બધાની વચ્ચે હવે એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે ટોલ નિયમોમાં મહત્વનો ફેરફાર કરીને મુસાફરોને મોટી રાહત આપી છે. હવે દેશભરમાં નિર્માણ હેઠળના અથવા આંશિક રીતે કાર્યરત એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી વધુ સસ્તી બનશે. આ નવો નિયમ 15 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી (નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008માં સુધારો કર્યો છે. નવા નિયમ મુજબ, જો કોઈ રાષ્ટ્રીય એક્સપ્રેસ વે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે ખુલ્લો ન હોય, તો મુસાફરો પાસેથી માત્ર કાર્યરત ભાગ માટે જ ટોલ વસૂલવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ટોલ દર એક્સપ્રેસ વેના બદલે સામાન્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેટલો રહેશે, જે સામાન્ય રીતે ઓછો હોય છે.























