Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ
મહાનગરપાલિકાઓમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થતા હવે અધિકારી રાજ સમાપ્ત થયું છે અને મેયર રાજ શરૂ થયું છે. લગભગ 76 દિવસ પછી મહાનગરોને મેયર મળ્યા છે. ત્યારે મેયરરાજ શરૂ થતા જ મેયર પણ એક્શન મોડમાં જોવા મળ્યા..
અમદાવાદના મેયર હિતેશ બારોટે પદાધિકારીઓ સાથે ગ્યાસપુર તેમજ અન્ય જગ્યાઓની મુલાકાત લીધી.. પહેલા અહીં મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તે જગ્યાની તેમણે મુલાકાત લીધી...શહેરમાં જે લોકો વૃક્ષોને કાપી પર્યાવરણને નુકસાન કરે છે તેઓની સામે વધુ કડક કાર્યવાહી કરવા વિચારણા અને આ માટે AMC કાયદામાં સુધારો કરવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરશે તેવી વાત મેયરે કરી..
રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લએ ચાર્જ સંભાળતા એક્શન મોડમાં આવ્યા.. પોતાની ઓફિસમાં પહોંચતા પહેલા તેમણે સિવિક સેન્ટરની મુલાકાત લીધી.. વહેલી સવારથી સિવિક સેન્ટરમાં અરજદારોનો ધસારો રહેતો હોય છે. તેમણે અધિકારોને સુવિધા માટે સુચના આપી. પીવાના પાણી અને છાયાની સુવિધા હોવી જોઈએ. આ વ્યવસ્થાઓ જલદી કરવા તેમણે સૂચના આપી..
તો નવસારી મનપાના મેયર અશોકભાઈ ધોરાજીયા પણ એક્શન મોડમાં આવ્યા અને સીધા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. લુન્સીકુઇ મેદાનમાં બની રહેલા સિન્થેટિક ટ્રેકની ગ્રીલના વિવાદનો મેયરે સ્થળ પર જ લાઈવ ઉકેલ લાવ્યો. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ઉચ્ચ અધિકારીઓના મોટા કાફલા સાથે મેયરે વિકાસ કાર્યોની સમીક્ષા કરી. લુન્સીકુઈ મેદાનમાં ચાલી રહેલા ગ્રીલ લગાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી.. સિનિયર સિટીઝનોએ મેયરને રજૂઆત કરાતા નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો..
સુરેન્દ્રનગરમાં પણ પદ સંભાળતા જ એક્શન મોડમાં દેખાયા સુરેન્દ્રનગરના નવા મેયર અને ડેપ્યુટી મેયર.. મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી એ ધોળીધજા ડેમની મુલાકાત લીધી. નિર્માણાધીન શાક માર્કેટની પણ તેમણે મુલાકાત લીધી.. નાગરિકોને ટૂંક સમયમાં નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે તેમણે સૂચન કર્યું.






















