Hun To Bolish : હું તો બોલીશ : ફોટોશૂટ ભરપૂર?
Hun To Bolish : હું તો બોલીશ : ફોટોશૂટ ભરપૂર?
આજે ખેડૂતોના હરહંમેશ હમદર્દ રહેલા અને ખેડૂતોના મસિહા એવા કેશુભાઈ પટેલ એટલે કે ભુતપુર્વ મુખ્યમંત્રી કેશુબાપાની પુણ્યતિથિ છે...29 ઑક્ટોબર,2020ના રોજ કેશુબાપાએ આપણા બધા વચ્ચેથી વિદાય લીધી...ત્યારે તેમને શ્રદ્ધાંજલી નમન અર્પણ કરીને તેમના હૈયે જેમનું હિત હરહંમેશ વસેલું હતું તેવા ખેડૂતોના મુદ્દાથી કરીએ હું તો બોલીશની શરૂઆત...
સરકારના પ્રાથમિક અંદાજ મુજબ ગયા અઠવાડિયાના કમોસમી વરસાદથી 10 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તાર અસરગ્રસ્ત થવા પામ્યો છે...અને સાત દિવસમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરવાના મુખ્યમંત્રીએ આપ્યા છે આદેશ....કેમ કે આ મુદ્દે જરાય રાજનીતિ ન થવી જોઈએ અને ખેડૂતોને મહત્તમ સહાય મળે સાથે જ સરકાર સહાય ચૂકવતા નિયમોમાં બાંધછોડ કરે અને અધિકારીઓ પણ ખેડૂતોનું દર્દ સમજે તે અર્થે છેલ્લા 4 દિવસથી હું સતત બોલતો રહ્યો છું..ત્યારે ચર્ચા કરવા જોડીશું .





















