Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?

ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારી કરવાનો હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો. ચાઈનીઝ દોરી, કાચા પાયેલા દોરા અને ચાઈનીસ તુક્કલ સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ મુદ્દે કડક કાર્યવાહી કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે.સાથે જ કમિશ્નરેટ અને કલેક્ટરેટ વિસ્તારમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા, માત્ર વેચાણ કરે તેને જ નહીં, પરંતુ સંગ્રહકરનાર વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાના હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા. છેલ્લા થોડા સમયમાં કરેલી કાર્યવાહી અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો. 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં 59 ફરિયાદ નોંધી કુલ 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પ્લાસ્ટિક અને ચાઈનીઝ દોરી રાખનાર અને વેચનાર વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ  હતી. સરકાર તરફથી ઉત્તરાયણ સંબંધિત કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય તે અંગેની માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ હતી. દરેક જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓને રોજેરોજના રિપોર્ટ કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola