Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
રાજ્યના શહેરી વિકાસ વિભાગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે ચેક વિતરણ સમારોહ યોજાયો હતો..જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે કુલ 3,850 કરોડ રૂપિયાની માતબર રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો..આ કાર્યક્રમમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા....આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પદાધિકારીઓ અને અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ રસ્તા પર પડતા ભૂવાનું કારણ પણ જણાવ્યુ અને ભૂવા કેમ પડે છે તેની તપાસ થવી જોઈએ અને ભૂવા ન પડે તે માટે કાયમી ઉપાય શોધવા પણ ટકોર કરી . તો મુખ્યમંત્રીએ રાજ્યના રોડ-રસ્તાઓ અંગે મોટી જાહેરાત કરી...તેમણે કહ્યું કે હવેથી તમામ નવા રોડ આરસીસી (RCC) ના જ બનાવવામાં આવશે...પણ અધિકારીઓમાં સંકલન ખૂબ જરૂરી છે . એટલું જ નહીં CMએ તો અધિકારીઓ અને પદાધિકારીઓને સ્પષ્ટ કહ્યુ કે કોઈ પણ કામ થતું હોય તો તેની સાઈટ વિઝિટ આવશ્યક કરો. તો મીડિયાના રિપોર્ટને લઈને CMએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. તો શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ પણ ટકોર કરતા કહ્યું કે વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જની મોટી અસર છે...એવામાં જો ક્યાંય જળભરાવની સ્થિતિ સર્જાય તો NDRFની રાહ જોયા વગર પ્રશાસન પાસે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ....