Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં.. ડીંડોલી-સણીયા રોડ પર દબાણ કરતા હોવાનો ડેપ્યુટી મેયરના પુત્ર રાહુલ ચૌધરી અને અતુલ ચૌધરી પર ગ્રામજનોએ લગાવ્યા ગંભીર આરોપ..એટલુ જ નહીં.. દબાણ હટાવવા ગયેલા ગામના સરપંચ જસપાલ સોલંકી અને ડેપ્યુટી મેયરના પુત્રો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ સોશલ મીડિયામાં પણ વાયરલ થયો. સ્થાનિકોએ કરેલી તપાસમાં એ ખુલાસો થયો કે મધુવન ફાર્મની સામે સણીયા ગામની માલિકીની અને પશુઓ માટે અનામત રાખવામાં આવેલ ગૌચરની જમીન પર ડેપ્યુટી મેયર સુધારક ચૌધરીના બંન્ને પુત્રોએ દબાણ કર્યુ છે. સરપંચનો આરોપ છે કે જમીન ગામની ગોચર છે અને તેના પર અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જ્યારે રાહુલ ચૌધરીનો દાવો છે કે તેઓ જમીન ભાડે લઈને વ્યવસાય કરી રહ્યા છે અને કોઈ દબાણ નથી...ગ્રામજનોની ફરિયાદના આધારે સરપંચે ગ્રામ પંચાયતના સ્ટાફ અને જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચીને ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી. આ કામગીરીના સમાચાર મળતા જ ડેપ્યુટી મેયરના બંન્ને પુત્રો પોતાના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા.. સરકારી સ્ટાફ અને સરપંચની કાયદેસરની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કરીને ઉગ્ર દલીલો શરૂ કરી. ગ્રામજનો અને ડેપ્યુટી મેયરના પુત્રો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો.. પોલીસ અને સ્થાનિક અગ્રણીઓની મધ્યસ્થતા બાદ મામલો થાળે પડ્યો.. જમીન માલિકી હક અને દસ્તાવેજોની પોલીસે તપાસ શરૂ કરી છે..






















