Hun To Bolish : હું તો બોલીશ : રેકોર્ડબ્રેક
Hun To Bolish : હું તો બોલીશ : રેકોર્ડબ્રેક
7 ઓક્ટોબર,2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર નરેંદ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2002,2007 અને 2012માં ભાજપની સરકાર બની....રાજ્યમાં 12 વર્ષ ,227 દિવસ સુધી સતત મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે રહ્યો....જો કે હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે નરેંદ્રભાઈ મોદીનો આ રોકોર્ડ ન માત્ર મુખ્યમંત્રી તરીકે રહ્યો,પરંતુ પ્રધાનમંત્રી તરીકે પણ નવો રેકોર્ડ બનાવ્યો.....
26 મે ,2014ના દિવસે પહેલીવાર પદ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સતત 12 વર્ષ અને 4399 દિવસ સરકારમાં પૂર્ણ કરી લીધા છે...અને ચૂંટાયેલી સરકારના પ્રધાનમંત્રી તરીકે પૂર્વ પીએમ જવાહરલાલ નેહરૂના કાર્યકાળના દિવસોનો રેકોર્ડ બ્રેક કર્યો છે.....જો કે નેહરૂ 1947થી લઈને 1964માં નિધન સુધી પીએમ રહ્યા,પરંતુ આ તુલના ખાસ કરીને પ્રથમ લોકસભા ચૂંટણી પછીની અવધિ સાથે જોડાયેલી છે.. તેઓ 1952માં થયેલી પ્રથમ સામાન્ય ચૂંટણી પછી 4398 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા.......નરેન્દ્ર મોદીએ 10 જૂને સતત સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.....પીએમ તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે....(3 વિન્ડો) વર્ષ 2014માં BJPએ પ્રથમ વખત પોતાના બળે સંપૂર્ણ બહુમતી મેળવી 282 બેઠકો જીતી હતી.....2019માં BJPનો આંકડો વધીને 303 બેઠકો સુધી પહોંચ્યો હતો.....2024માં BJP 240 બેઠકો પર આવી, જ્યારે કોંગ્રેસ 99 બેઠકો સુધી પહોંચી અને NDAએ 293 બેઠકો સાથે સરકાર બનાવી.......આ અવસરે દિલ્લીના ભારત મંડપમમાં NDA અને ભાજપના નેતાઓની મહત્વની બેઠક મળી...જેમાં કેંદ્રીય મંત્રીઓ,ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ,NDA ગઠબંધનના તમામ પ્રમુખ નેતાઓએ હાજરી આપી....તમામે પ્રધાનમંત્રી મોદીના આ કિર્તીમાન બદલ શુભેચ્છાઓ પાઠવી.....તો આ પ્રસંગે ભારત મંડપમમાં પીએમ મોદીએ ઝાલમૂરી ખાઈને અવસરને વધાવ્યો....જેનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે...પીએમ મોદીએ તેમના કાર્યકાળના 12 વર્ષ દરમિયાન અનેક મોટા નિર્ણયો લીધા.....જેમ કે GST થકી અર્થવ્યવસ્થામાં સુધારો,નોટબંધી થકી કાળા નાણા પર સર્જિકલ સ્ટ્રાઈક,ઉજ્જવલા યોજના,કશ્મીરમાંથી કલમ 370 નાબૂદ,અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ,નાગરિક સંશોધન અધિનિયમ,ત્રણ તલાક કાયદો,નવી શિક્ષણનીતિ,ઓપરેશન સિંદૂર જેવા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા....






















