Hun To Bolish : હું તો બોલીશ : નશાનું નવું રૂપ !

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : નશાનું નવું રૂપ ! 

ગાંજા, ચરસ, કોકેઈન, ડ્રગ્સ અને દારુના નશાના બંધાણીઓ નશો કરતા હોવાનું આપે સાંભળ્યું હશે....પરંતુ હવે નશાના બંધાણીઓએ નશાનું નવું સસ્તું સોલ્યુશન કાઢ્યું છે...સોલ્યુશન એટલે નિવારણની વાત નથી કરતો સોલ્યુશન એટલે ટાયર પંક્ચરમાં વપરાતી સોલ્યુશન ટ્યુબની વાત કરી રહ્યો છું....અમદાવાદમાં આ પ્રકારનો નશો કરાતો હોવાનો પર્દાફાશ થયો છે....સરસપુર વિસ્તારમાં મામા-ભાણેજ નશો કરવા સોલ્યુશન ટ્યુબ વેચતા ઝડપાયા....SOGની ટીમે દરોડા પાડ્યા તો સામે આવ્યું કે, લતીફ શેખ અને ફરદીન સૈયદ નામના બંને શખ્સ 50 રૂપિયામાં ખરીદેલી સોલ્યુશન ટ્યૂબ 100થી 200 રૂપિયામાં નશેડીઓને વેચતા હતા....એટલું જ નહીં આ મામા-ભાણેજ ગાંજો વેચતા હોવાનું પણ સામે આવ્યું છે....બંને પાસેથી 902 સોલ્યુશન ટ્યુબનો જથ્થો ઉપરાંત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે....આ મામા-ભાણેજ 5 વર્ષથી નશાનો કાળો કારોબાર ચલાવતા હોવાનું સામે આવ્યું છે.....

વલસાડના પીઠા ગામમાં નેઈલપોલીશમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ઝડપાયું....DRIની ટીમે સ્થળ પરથી પ્રતિબંધિત કેમિકલનો જથ્થો જપ્ત કર્યો.....સાથે જ ફેક્ટરીમાં કામ કરતા 4 આરોપીઓની ધરપકડ કરી....આ દુકાનોમાં નેઈલપોલિશ બનાવવાનું પ્રોસેસ સેન્ટર હોવાનું જણાવીને ભાડે લેવામાં આવી હતી.. કોમ્પ્લેક્સના સંચાલકે સ્થાનિક પોલીસની મંજૂરી વગર જ દુકાનો ભાડે આપી હતી....પ્રતિબંધિત કેમિકલ ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ શેમાં કરાતો હતો તે દિશામાં DRIએ તપાસ શરૂ કરી છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola