Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
સંસદીય પ્રક્રિયાને વેગ આપવા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહના નાણાંકીય અને બિન-નાણાંકીય કામોની દેખરેખ અને સમીક્ષા માટે અલગ-અલગ 19 સમિતિઓની સત્તાવાર જાહેરાત કરી... અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, આ તમામ સમિતિઓ વિધાનસભાના અધિકાર પ્રમાણે એક 'નાનકડા ગૃહ' તરીકે કાર્યરત રહીને સરકારી કામકાજ પર નજર રાખશે. આ તમામ સમિતિઓમાં ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિધાનસભાની સૌથી મહત્વની ગણાતી ચાર નાણાંકીય સમિતિઓ - અંદાજ સમિતિ, પંચાયત રાજ સમિતિ, જાહેર સાહસોની સમિતિ અને જાહેર હિસાબ સમિતિની રચના બિનહરીફ થઈ છે. જેના ચેરમેન પદની જવાબદારી કેટલાક ધારાસભ્યોને સોંપવામાં આવી છે જેમાં અંદાજ સમિતિ: ડૉ. સી.જે. ચાવડા (ચેરમેન), જાહેર હિસાબ સમિતિ: પંકજ દેસાઈ (ચેરમેન), જાહેર સાહસોની સમિતિ: રમણલાલ વોરા (ચેરમેન), પંચાયત રાજ સમિતિ: ઉદય કાનગડ (ચેરમેન)
બિન નાણાકીય 15 સમિતિ અને તેના અધ્યક્ષ
1. બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ - અર્જુનસિંહ ચૌહાણ
2. ગૌણ વિધાન સમિતિ - હાર્દિક પટેલ
3. નિયમો માટેની સમિતિ- વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
4. સરકારે આપેલ ખાતરી માટેની સમિતિ- અમિત શાહ (MLA)
5. અનુસૂચિત જનજાતી માટેની સમિતિ- મોહન ઢોડીયા
6. સભાગૃહની બેઠકોમા સભ્યોની ગેરહાજરી માટેની સમિતિ - વિનોદ મોરડીયા
7. સદસ્ય નિવાસ સમિતિ- સંગીતા પાટીલ
8. સભાગૃહના મેજ પર મુકવાના કાગળો માટેની સમિતિ- મેઘજીભાઈ ચાવડા
9. અરજી સમિતિ - વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
10. વિષેશાધિકાર સમિતિ-કેશુભાઈ પટેલ
11. સભ્યોના ભથા અંગેના નિયમો માટેની સમિતિ- મુકેશ પટેલ
12. ગ્રંથાલય સમિતિ- વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
13. અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિ- માલતી મહેશ્વરી
14. સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગની સમિતિ- અલ્પેશ ઠાકોર
15. કામકાજ સલાહકાર સમિતિ-વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી






















