Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ
અમદાવાદના નારણપુરા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત એક ઋણ સ્વીકાર કાર્યક્રમ હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના સ્થાનિક કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ શિસ્તના તમામ નિયમો બાજુ પર મૂકીને બોલિવૂડના પ્રખ્યાત ગીત "દમ મારો દમ, મિટ જાયે ગમ" પર જોરદાર ઠૂમકા લગાવ્યા. નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ ભાજપના કાર્યકરો અને નેતાઓ ગીતના તાલે મન મૂકીને નાચતા અને ઝૂમતા જોવા મળ્યા. બોલિવૂડના આ પ્રકારના ગીત પર નેતાઓની આવી મસ્તીનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકીય વર્તુળોમાં જાતજાતની પ્રતિક્રિયાઓ અને કટાક્ષ શરૂ થઈ ગયા.






















