શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ

અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં બુધવારે સાંજે એક પછી એક તેમ પાંચ રાઉન્ડ ફાયરિંગ થયા.. જો કે આ ફાયરિંગમાં કોઈને ઈજા ન થઈ..... પણ ફાયરિંગ કરનાર વ્યક્તિએ ફાયરિંગ કરતા સમયે ઉચ્ચારેલા શબ્દો એ વાતને ઉજાગર કરે છે કે, કેટલાક એવા લોકો જેમના ખભે ગુજરાત પોલીસના સ્ટાર લાગ્યા હતા અને ગુજરાતમાં કોઈ ગુંડાગર્દી ન કરે તે જોવાની જવાબદારી હતી.. તેઓ જ  આજે જમીનના ઝઘડામાં બિન્દાસ ફાયરિંગ કરે છે.. અશ્લિલ શબ્દોનો બેફામ ઉપયોગ કરે છે.. ન માત્ર તે પૂર્વ વર્દીધારી.. પણ તેમના સંતાનો પણ હજુ પિતાના પોલીસના એક સમયના પાવરમાં નશામાં ધૂત છે... જોઈ લો આ આખો વીડિયો.... 

 પછી એક કરી રિવોલ્વોરમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરનાર આ મહોદય છે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ... ઝઘડો જમીનનો... અને આરોપ લાગ્યા છે કે, જમીન હડપી આ પૂર્વ પોલીસ અધિકારીએ કેટલાક લોકોને ઝાસામાં લઈ કેટલાક રૂપિયા વસૂલી, તે જમીન ભાડેથી આપેલી અને તે જ મુદ્દે ભાંડા ફોડ થતા તેમણે ફાયરિંગ કર્યું,.. આરોપ તો એ પણ છે કે પોલીસ કોન્સ્ટેબલોની હાજરીમાં પણ આ વ્યકિત દાદગીરી કરતો રહ્યો.. જો કે આજ મુદ્દે આ પૂર્વ ડીવાયએસપી, તેમનો દીકરી, દીકરો સહિત ચાર લોકો વિરુદ્ધ જીવલેણ હુમલો કરવાની FIR પણ દાખલ થઈ અને તેમની ધરપકડ થઈ.. આરોપ તો એ પણ છે કે, પૂર્વ પોલીસ અધિકારીના સંતાનો પર પણ હથિયારો લઈ આવવા અને ધમકી આપવાના છે...  પોલીસ સકંજામાં આવ્યા પછી પણ આ પૂર્વ પોલીસકર્મી પોલીસ કર્મચારી સામે રૌફ જમાવતા નજરે પડ્યા... જુઓ આ હવે વીડિયો... 

કેમ કે, વાત મીડિયા સુધી પહોંચી હતી અને અહેવાલો પણ પ્રસારીત થયા... ત્યારે આ ડીવાયએસપી અને તેમની પુત્રી પોતાને પાખ સાફ ગણાવી એક તરફી રિપોર્ટીંગ થતુ હોવાનું રટણ  રટતા રહ્યા..  આજે નિવૃત Dyspને રિમાન્ડ માટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા.... અશોકસિંહ ચૌહાણના પુત્ર સિદ્ધરાજ ચૌહાણ અને અને પુત્રી ખ્યાતી ચૌહાણને પણ કોર્ટમાં લવાયા છે. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા છે. આરોપી અશોકસિંહે કોર્ટ અંદર જતાં કહ્યું હતું કે, પરમ દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં સત્ય બહાર આવશે.

જો કે ફાયરિંગ કેસમાં અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે...  ત્રણેય આરોપીઓને પોલીસની ઈનોવા કારમાં કોર્ટમાં લઇ જવામાં આવ્યા...  સામાન્ય રીતે આરોપીઓને બોલેરો PCRમાં લઈ જઈ રજૂ  કરાતા હોય છે.... આરોપી નિવૃત DySPને પોલીસની ઈનોવા કારની કેમ સુવિધા તેના પર સવાલ... 

એ હકીકત છે કે, જેમની સાથે ઝઘડો થયો... તેમની પવિત્રતા અને જમીની હકીકત વિશે અમારી પાસે તથ્યો અને સત્ય નથી... પણ આ પૂર્વ પોલીસ અધિકારીનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે... કોરોના સમયમાં તેઓ સુરતમાં એસીપી તરીકે ફરજ બજાવતા... તે દરમિયાન તેઓએ ભીડ એકત્રિત કરીને જન્મદિવસની ઉજવણી કરી.. ભીડ એકત્રિત ન કરવાના પરિપત્રનું ઉલ્લઘંન પણ કર્યું... સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી જેમના માથે હોય, તેવા પોલીસ અધિકારી જ  જાહેરમાં માસ્ક અને સામાજિક અંતરનો છેદ ઉડાવી  જન્મદિનની ઉજવણી કરતા તે સમયે ભારે હોબાળો પણ મચ્યો હતો... 

જમીનનો વિવાદ.... 
જે જગ્યાનો વિવાદ છે તે જગ્યા 5 વિઘા જેટલી જમીન છે, જેની અંદાજિત કિંમત 500 કરોડ જેટલી છે. આ જગ્યાનો વિવાદ અશોક ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે સામે સામે કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપીના અશોક ચૌહાણના વડવાઓ વર્ષોથી જમીનની રખેવાળી કરતા હતાં. જે દરમિયાન જગ્યાનો કબજો મેળવી લીધો હતો.... ફરિયાદી જીગર ઝાપડિયાએ જણાવ્યું હતું કે, મેં થોડા સમય અગાઉ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ પાસેથી આ જમીન માસિક 30 લાખના ભાડા પેટે લીધી હતી. આ ઉપરાંત 1.50 કરોડ રૂપિયા ડિપોઝિટના પણ આપ્યા હતા, જ્યારે અમે જગ્યા પર આ ત્રણથી ચાર કરોડનું કામ કરાવ્યું ત્યારબાદ અમને જાણ થઈ હતી કે આ જમીનના અસલી માલિક DySP અશોકસિંહ ચૌહાણ નથી. જેથી અમે તેમને ભાડું આપવાની ના પાડી હતી..... પતરા અને શેડના કારણે AMCએ નોટિસ આપી હતી... બાંધકામની મંજૂરી માટે અમે અશોકસિંહ પાસે કાગળ માગ્યા હતા.. અશોકસિંહ પાસે કોઈ કાગળ જ ન હતા...  જમીન ભાડે રાખનાર હિતેશ અને હરેશ ભારભીડિયાને પણ પોલીસ સ્ટેશન બોલાવીને આ મામલે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતના નસીબમાં થાંભલો ?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતના નસીબમાં થાંભલો ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2026: ગુજરાતના 9 રત્નો અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરાયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતના નસીબમાં થાંભલો ?
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો પર કેમ ઉકળ્યા મંત્રીશ્રી?
Praful Pansheriya on Surat Demolition: ભૂતિયા ડિમોલિશન કરનારના બચાવમાં આવ્યા પ્રફુલ પાનસેરિયા
Ambalal Patel Prediction : ચોમાસાના આગમન અને વરસાદની સ્થિતિ અંગે અંબાલાલ પટેલનું મોટુ અનુમાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
મમતા બેનર્જીને મોટો ફટકો: TMCના 20 સાંસદો આ પક્ષમાં જોડાશે, NDAને આપશે સમર્થન
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?
NEET UG Re-Exam: રી-એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર; આ ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ
NEET UG Re-Exam: રી-એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર; આ ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત: 14 શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો કૂવામાં ખાબકતા 8 ના મોત
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત: 14 શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો કૂવામાં ખાબકતા 8 ના મોત
શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો
30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો
Embed widget