Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
સરકારના શુદ્ધ પાણી, સૌનો અધિકારના દાવાઓ સદંતર પોકળ સાબિત થયા છે... કારણ કે, અમદાવાદ મહાનગર પાલિકામાં સમાવિષ્ટ એક વિસ્તાર જ્યા.... નળમાંથી શુદ્ધ પાણી નહીં પરંતુ બિમારીઓ વહી રહી છે... આવુ ટલા માટે કહેવું પડે છે કે, કેમકે એક એપાર્ટમેન્ટમાં 500થી વધુ લોકો ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે.... એટલે કે દર ત્રીજુ વ્યક્તિ તાવ, માથું દુખવું, ઝાડા-ઉલટીના ભરડામાં છે...
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા-ઉલટીના કેસોમાં રાફ્ટો ફાટ્યો છે..... હર ઘરમાં ગટરયુક્ત જળ’ પહોંચ્યું... મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતા લોકો બીમાર પડ્યા છે.... જનતાનગર ક્રોસિંગ રોડ પર પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થયું.... એપાર્ટમેન્ટમાં 386 જેટલા મકાન છે....જેનાથી એકસાથે 500થી વધુ લોકોને ઝાડા ઉલટી થયા છે.... સ્થિતિ એવી વણસી છે કે, સોસાયટીની બે મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવી પડી છે... સાથે જ આસપાસની ખાનગી હોસ્પિટલમાં પણ 30થી 40 લોકો દાખલ છે.... લોકો હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે... તો બીજી તરફ જવાબદાર પ્રશાસન હજુ પણ કાગળો પર જ વ્યવસ્થા શોધી રહ્યું છે..... સ્થિતિ તો એ હદે વણસી કે, આકાંક્ષા એપાર્ટમેન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ ટીમ બોલાવવામાં આવી... 4થી 5 ડોકટરોની ટીમે ફ્લેટમાં રહેતા સ્થાનિક રહીશોની તપાસ કરી... એપાર્ટમેન્ટના કોમ્યુનિટી હોલમાં જ લોકોના સ્વાસ્થ્ય તપાસવા પડ્યા... સ્થાનિકો પાણીના બાટલા બહારથી લાવવા મજબૂર બન્યા છે....
શુક્રવારથી આજ પ્રકારની સ્થિતિ છે... એટલે પાંચ પાંચ દિવસથી સ્થાનિકો આ દૂષિત પાણી ઉપયોગ કરી રહ્યા છે.... એબીપી અસ્મિતાએ આજે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો... ત્યાર બાદ પ્રશાસન જાગ્યું... અત્યાર સુધી સોસાયટીના લોકો ફરીયાદ કરી કરીને થાક્યા.. પણ કોઈ નફ્ફટ અધિકારીએ સ્થિતિ જાણવાની તસ્દી ન લીધી... સોસાયટીના સેક્રેટરીએ પાણી પુરવઠા વિભાગમાં જાણ કરી. પાણી પુરવઠા વિભાગવાળાએ કહ્યું કે પાણી ઓલરાઇટ છે, કોઈ કમ્પ્લેન નથી... જ્યારે શનિવારે બપોરે અમે AMCને જાણ કરી, AMCએ કહ્યું કે બધું ઓલરાઇટ છે, ક્યાંય કમ્પ્લેન નથી...
ઘોડા છૂટ્યા બાદ તબેલાના તાળા મારવા.. આવી જ ઘટના આજે બની... જ્યા 500થી વધુ લોકો બિમાર થયા પછી અમદાવાદ મનપાના મેયર હિતેશ બારોટ સ્થળ પર પહોંચ્યા... અને સરકારી જવાબ આપીને ત્યાથી રવાના થયા... સરકારી જવાબ એટલે તમને, મને, આપણને બદાને ખબર છે શું હોય.... કે જવાબદારો સામે કાર્યવાહી થશે... પણ મેયરભાઈ ફરિયાદો તમને મળી હતી.. તો પછી અહેવાલ પ્રસારીત થાય તેની રાહ કેમ જોતા હતા... જો તાત્કાલિક બાબુઓ કામે લાગે તો આ લોકો બિમારીમાં ન સંપડાયા હોત....
પાંચ પાંચ દિવસ સુધી અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી કેમ ન જાગ્યા તે જવાબ તો ફક્ત સરકારી અધિકારીઓ જ આપી શકે... આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે...