Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ

સરકારે AI નિર્મિત ડીપફેક સામે સખત નિયમોની જાહેરાત કરી છે. આઈટી નિયમ અંતર્ગત એઆઈ કન્ટેન્ટ પર લેબલ લગાવવું અનિવાર્ય છે. ઈલલિગલ કન્ટેન્ટને હટાવવાની સમયમર્યાદા 36 કલાકમાંથી ઘટાડીને 3 કલાક કરી દેવાઈ છે. ડીપફેક સામગ્રી સાથે સંકળાયેલા સંગઠિત સાયબર ગુનાઓ પર કલમ ​​111 હેઠળ કાર્યવાહી કરી શકાય છે. દરમિયાન, ખોટા અથવા ભ્રામક નિવેદનો, અફવાઓ અથવા નકલી અહેવાલો દ્વારા ખોટી માહિતી ફેલાવવા બદલ કલમ 353 હેઠળ કાર્યવાહી કરી શકાય છે જે જાહેર ઉપદ્રવ અથવા ભયનું વાતાવરણ બનાવે છે.

AI જનરેટેડ પોસ્ટ, વિડિયોઝ, ફોટોઝની ભરમાર સોશ્યલ મિડિયામાં જોવા મળે છે. જેમાં મોટાભાગનું જુઠ્ઠાણુ હોય છે. ટીવી સ્ક્રીન પર આ બે દ્રશ્યો જુઓ.. એકમાં બજરંગદાસ બાપાના ફેક AI ફોટા વાયરલ કરી લોકોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે તો બીજી તરફ બ્રિજ પર ખાડાના ભયાનક AI જનરેટેડ ન્યૂઝ બનાવી જુઠ્ઠાણું ફેલાવામાં આવી રહ્યું છે.. 

ભાવનગરનો સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ.. બજરંગદાસબાપામાં અનેક લોકો શ્રદ્ધા ધરાવે છે. પણ બાપાના AI ફેક ફોટા અને વિડિયો વાયરલ થયા છે. જેની સામે આશ્રમે ચિંતા વ્યક્ત કરી છે. બજરંગદાસ બાપાના મૂળ સ્વરૂપને AI વડે કાલ્પનિક ફોટા અને મનઘડત કહાની સાથે જોડી દેવામાં આવ્યા છે. બજરંગદાસ બાપાના આવા અનેક ફોટા અને વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થયા છે. 

વ્યુઝ અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં પૂજ્ય બાપાના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે અન્યાય ન થાય તે માટે આશ્રમ તરફથી ભાવિકોને વિનંતી સાથેનો લેટર જાહેર કરવામાં આવ્યો છે. બજરંગદાસ બાપાના નામે ફેલાતા ભ્રામક ફોટા-વિડિયોથી દૂર રહેવા ટ્રસ્ટે અપીલ કરી છે. 

એક પોસ્ટ જે ખુબ વાયરલ થઈ છે તેમાં વિરપુરવાળા જલારામબાપા, બગદાણાના બજરંગદાસબાપા અને સતાધાર ધામના શ્યામજી બાપુને એક સાથે ચા પીતા બતાવ્યા છે. આ બધા જ સંતો અલગ અલગ કાલ ખંડમાં થઈ ગયા. છતાં તેમને સાથે ચા પીતા બતાવ્યા છે. લોકોની આસ્થા સાથે આ રીતે ખિલવાડ થઈ રહ્યો છે. 

સંત જલારામ બાપા 1799 થી 1881 દરમિયાન થઈ ગયા. લોહાણા સમાજના તેઓ મોટા સંત છે. ગુરૂના આશિર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરાવી હતી જે આજે પણ વિરપુરમાં ચાલે છે. તેમના અનેક શહેરો અને ગામોમાં મંદિર પણ બન્યા છે. તો બજરંગદાસ બાપાનો જન્મ 1906માં થયો હતો. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં તેમની મઢૂલીઓ આવેલી છે. તો શ્યામજી બાપુ 1983માં બ્રહ્મલીન થયા હતા. સતાધાર ધામના મહંત તરીકે તેમની ખ્યાતિ દૂર દૂર સુધી પ્રસરી.. સતાધારમાં અવિરત અન્નક્ષેત્ર અને ગૌ સેવા ચાલે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola