Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
રાજ્યમાં ગરમીનો વધશે કહેર ...આગઝરતી ગરમી તોડશે તમામ રેકોર્ડ ....આગામી ચાર દિવસ હીટવેવની શક્યતાને પગલે રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી.. આગામી ચાર દિવસ હીટવેવની શક્યતા વ્યક્ત કરી.....નોર્થ ઈસ્ટ રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.....કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41-44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી....હવામાન વિભાગે આજથી 14 મે સુધી ખાસ ચેતવણી જાહેર કરી....જે મુજબ કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ...તો આજે 15 જિલ્લામાં હીટવેવને લઈને ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું...આવતીકાલે એટલે કે મંગળવારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ,અમરેલી, બોટાદ ,સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા,પાટણ,આણંદ અને વડોદરા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે......
આજના તાપમાનની વાત કરીએ તો 12 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર શહેરમાં 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું.. જ્યારે અમદાવાદ અને અમરેલીમાં તાપમાનનો પારો 44.3 ડિગ્રી પર પહોંચ્યો.. ગાંધીનગરમાં 44 ડિગ્રી, તો ડીસા અને વલ્લભવિદ્યાનગરમાં તાપમાનનો પારો 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું.. વડોદરામાં 43.6 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું.. તો સુરતમાં 42.2 ડિગ્રી, ભૂજમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 41.9 ડિગ્રી અને કેશોદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું..
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી,મોનસૂન અને હવામાનની સિસ્ટમને લઈને કરી આગાહી.....જે મુજબ ગુજરાતમાં હાલ આકરી ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળશે.... આગામી 14 મે સુધી રાજ્યમાં તીવ્ર ગરમી પડવાની આગાહી છે.... મધ્ય ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે....પાટણ, સમી, હારીજ, પાટડી, દસાડા, પાલનપુર, ડીસા, સાંતલપુર, ભરૂચ, સાબરકાંઠા અને અરવલ્લીમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી...તો કચ્છમાં મહત્તમ 42 થી 43 ડિગ્રી ,
ઉત્તર સૌરાષ્ટ્રમાં રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેશે..દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં 42 ડિગ્રી ,અમરેલીમાં 41 ડિગ્રી,સુરતમાં 41 ડિગ્રી, વલસાડમાં 39 ડિગ્રી તાપમાન રહેવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું....તો મોનસૂન અને હવામાનની સિસ્ટમને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી.....જે મુજબ તીવ્ર ગરમી બાદ મોન્સૂનની પ્રવૃત્તિ વધવાના સંકેતો આપ્યા.... 18 થી 23 મે દરમિયાન ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે......બંગાળના ઉપસાગરમાં 17થી 18 મે સુધીમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે આંદામાન-નિકોબારમાં 12થી 23 મે દરમિયાન ભારે વરસાદની આગાહી છે......તો 25 મે બાદ અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે 200 મીમી સુધી વરસાદ પડી શકે છે.....તેમજ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે....
ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસખા અપનાવી રહ્યા છે....આકરી ગરમીથી બચવા વોટરપાર્ક અને સ્નોપાર્કનો સહારો લઈ રહ્યા છે....ગાંધીનગર,મહેસાણા,સુરતમાં બાળકો સાથે મોટેરા પણ વોટરપાર્કમાં ગરમીથી રાહત મળવી રહ્યા છે....તો અમદાવાદ,રાજકોટ,વડોદરા જેવા શહેરોમાં સ્નોપાર્ક પણ લોકોથી ઉભરાઈ રહ્યા છે...ઠેર ઠેર લોકો ઠંડાપીણાનો સહારો લેતા જોવા મળ્યા...તો કેટલાય સ્થળે વિનામૂલ્યે છાશના વિતરણની પણ વ્યવસ્થા છે....... આ તરફ અમદાવાદના કાંકરિયા ઝૂ,જુનાગઢના સક્કરબાગ ઝૂ,વડોદરાના કમાટીબાગ અને ગાંધીનગરમાં પણ ઝૂમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે....પ્રાણીઓ માટે એરકુલર,બરફની પાટો,વેકિસનેશન સહિતની તકેદારી રાખવામાં આવી રહી છે....





















