Hun To Bolish : હું તો બોલીશ : મત માગવા નીકળ્યા છો કે ધમકાવવા?
Hun To Bolish : હું તો બોલીશ : મત માગવા નીકળ્યા છો કે ધમકાવવા?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કરે છે... તમામ હદો પણ વટાવે છે... પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષ લોકોને ધમકાવતો હોય તેવા વીડિયો પ્રચાર સમયના સામે આવ્યા છે... સાંસદ હોય, રાજ્ય સરકારના મંત્રી હોય કે પછી ભાજપના આગેવાન તમામ લોકોને ધમકાવી રહ્યા છે.. પરોક્ષ રીતે ચીમકી પણ આપે છે કે, ભાજપને મત આપજો નહીતર કોઈ કામ થશે નહીં... જો કે વિપક્ષ પણ લોકોને કોંગ્રેસને મત આપવા માટે કઈ રહ્યું છે...
---
સૌ પ્રથમ વાત રાજ્ય સરકારના મંત્રી મનિષા વકીલથી કરીએ... કેમ કે તેઓ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે... બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠકના પ્રચાર માટે તેઓ પાણેજ ગામ પહોંચ્યા... જ્યા તેઓએ મતદારોને કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર બંનેમાં અમારી સરકાર છે.... તો મત અમને આપજો તો જ તમારા કામ થશે.... કોંગ્રેસને મત આપશો તો તમારા કામ નહીં થાય... એટલે આ રીતસરની મંત્રીની દાદાગીરી કહી શકાય.. વિકાસના નામે વોટ માગવાની જગ્યાએ.. તમારા કામ નહીં થાય.. તેવું કહીને લોકોને ધમકાવી રહ્યા છે... ત્યાના સ્થાનિક મંત્રી શ્રીને રજૂઆત કરવા ઉભા થયા તો... તેમને બેસાડી દેવામાં આવ્યા.... સાંભળી લો સરકારના મંત્રીની મતદારોને આપેલી ધમકીને...
રાજ્ય સરકારના મંત્રી જો મતદારોને ધમકાવતા હોય તો પછી ભાજપના આગેવાનો શા માટે પીછેહટ કરે.... ધાનેરાના ભાજપના આગેવાન અને ગત વિધાનસભા ધાનેરાના ઉમેદવાર ભગવાનદાસ પટેલનો મતદારોને ચેતવણી આપતો વીડિયો વાઇરલ થયો... 150 કરોડ રૂપિયાના ખર્ચે ધાનેરામાં 87 તળાવો ભરવા પાઇપ લાઈન આવી છે... જો ભૂલ કરશો તો અમારા પગ તમારા કામ કરવા ગાંધીનગર નહિ ઉપડે... અને પાણીનું ટીપું પણ નહીં મળે...
આટલું તો ઠીક... પણ સાંસદે જાહેર મંચ પરથી લલકાર્યું કે,,,, કોંગ્રેસને જો એ પણ બેઠક ગઈ.. તો ત્યા તેઓને ગ્રાન્ટ આપવામાં નહીં આવે... આંકલાવમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે તેઓ આવ્યા હતા... સ્ટેજ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા... તેમની હાજરીમાં કહ્યું કે, એક પણ બેઠક ભાજપ સિવાય અન્યના ફાળે ગઈ.. તો તે વિસ્તારના ચૂંટાયેલા ઉમેદવારને ગ્રાન્ટ આપવામાં નહીં આવે... સાંસદ સાહેબ ઘરેથી રૂપિયા છાપીને લાવતા હોય તેમ રુઆબ સાથે બોલી લોકોને ધમકાવે છે... લોકો વિકાસ રૂંધાય નહીં એટલે આ નિવેદન મુજબ જ મતદાન કરવા મજબૂર બને... જોઈ લો આ સાંસદ મિતેશ પટેલના તેવર...





















