Hun To Bolish : હું તો બોલીશ : આસારામની આરતી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આસારામની આરતી કેમ?
સુરત સિવિલમાં આસારામની અંધભક્તિ જોવા મળી...દુષ્કર્મના કેસમાં દોષિત આસારામની આરતી ઉતારવામાં આવી.....દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામનો ફોટો લગાડીને આરતીનું આયોજન થયું... વિવાદ ત્યારે વકર્યો જ્યારે નવી સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર જીગીશા પાટડીયા પણ તેમાં હાજર જોવા મળ્યા.... સાથે સિવિલનો સ્ટાફ પણ દેખાયો... હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પર સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો... જેના પર હોબાળો મચી ગયો... મહત્વની વાત એ છે કે આ અંગે સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડૉ. ધારિત્રી પરમાર પણ અજાણ જોવા મળ્યા... તેમના મુજબ સ્ટેમસેલ બિલ્ડિંગમાં બહારના કેટલાક લોકો પરવાનગી વિના દર્દીઓને ફળ વહેંચ્યા માટે આવ્યા... આ અંગે જાણ થતાં તાત્કાલિક તેમને બોલાવી ખખડાવ્યા.... એવામાં દર્દીઓની સેવાના નામે આસારામના ચેલાઓએ સિવિલમાં આવી કાર્યક્રમ કરતા સવાલ ઉઠ્યા... જેને લઈને RMO ડૉક્ટર કેતન નાયક મુજબ માત્ર ફળ વિતરણ માટે જણાવાયું હતું.. અને કોઈપણ મંજૂરી વગર સરકારી પ્રીમાઈસીસમાં પૂજા અને આરતી કરવામાં આવી.. જેને લઈ જવાબદાર સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરી દેવાયા...આસારામને 2018 માં જયપુર કોર્ટે 16 વર્ષની સગીરા સાથે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા સંભળાવી હતી... ત્યારબાદ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના બળાત્કાર કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારી હતી....





















