Hun To Bolish : હું તો બોલીશ : આત્માના નામે અંધશ્રદ્ધાનો અંત ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : આત્માના નામે અંધશ્રદ્ધાનો અંત ક્યારે ?
મૃતક પરિવારજનની આત્માને લેવા ભૂવાને લઈને એક પરિવાર પહોંચ્યો હૉસ્પિટલમાં.....દાહોદથી 90 કિમી દૂર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભોલાસા ગામના એક મૃતક વ્યક્તિની આત્મા હજુ દવાખાનામાં ભટકતી હોવાની માન્યતાને લઈને ભૂવાને લઈને હૉસ્પિટલ પહોંચ્યા....7 જુલાઈએ કોમલસિંહ નામના વ્યક્તિનો માર્ગ અકસ્માત થતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા...અહીં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું....અંતિમ સંસ્કાર બાદ પણ પરિવારની ગેરમાન્યતા હતી કે તેમના મૃતક પરિજનની આત્મા દવાખાનાના પરિસરમાં જ કેદ છે, તે ઘરે પરત ફરી જ નથી...તેનો મોક્ષ અટકી ગયો છે....જેથી ત્રણ મહિના બાદ પરિવારજનો મૃતક કોમલસિંહની આત્મા લેવા દાહોદ પહોંચ્યા...અટકેલી આત્માને મુક્ત કરવા પરિવારજનો હાથમાં પૂજાની થાળી, કંકુ, ગુલાલ, ફૂલ લઈને પહોંચ્યા અને વિધિ કરી... એટલુ જ નહીં.. અંધશ્રદ્ધા એટલી હદે વટાવી કે વિધિના ભાગરૂપે હોસ્પિટલની બહાર જ ફટાકડા ફોડ્યા.. થોડા સમય બાદ ભૂવાએ ધુણતા ધુણતા એક સફેદ કપડામાં આત્મા બાંધી લીધી હોવાનો ડોળ કર્યો....અને કપડું લઈને પરિવારને ચાલવાનો ઈશારો કર્યો....મહિલાઓએ સાડીથી રસ્તો સાફ કર્યો.....તો પુરૂષોએ રસ્તા પર ફુલ નાખીને ત્યાંથી જતા નજરે પડ્યા....અને ભૂવો તેના પરથી ધૂણતો ધૂણતો આત્માને ઘરે લઈ જવા રવાના થયો....
મૃતકના પુત્રનું કહેવું હતું કે, વિધિ કરાવી પરંતુ આત્મા ઘરે આવતી ન હોવાથી તેઓ હોસ્પિટલ આત્મા લેવા આવ્યા...હવે આત્માની પૂજા અને સેવા ચાકરી કરીશું...
હોસ્પિટલના તબીબ કે.કે.શાહે પ્રતિક્રિયા આપી કે ગ્રામ્ય વિસ્તારના લોકોને વિધિના નામે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે..
14 જૂન દાહોદની ઝાયડસ હોસ્પિટલના પ્રવેશદ્વાર પર ભૂવાએ તાંત્રિક વિધિ કરી હતી...મધ્યપ્રદેશથી એક પરિવાર યુવકની સારવાર માટે આવ્યું હતું...અહીં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું...ત્યારબાદ પરિજનો હોસ્પિટલના જે બેડ પર યુવકનું મૃત્યુ થયું હતું ત્યાં ભૂવાને લાવી વિધિ કરાવવા આવ્યા....હોસ્પિટલ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડે તમામને રોકી બહાર કાઢ્યા હતા...તેમ છતાં પરિવારની પાંચ મહિલા અને પુરુષો ધસી આવ્યા....મહિલાઓના હાથમાં શ્રીફળ, ફૂલવાળી થાળી પણ હતી....હોસ્પિટલના ગેટ પર જ ભૂવો ધૂણવા લાગ્યો...થાળીમાં દીવો અને અગરબત્તી કરીને ભુવાએ દાવો કર્યો હતો કે, આત્માએ કેરી, દ્રાક્ષ અને પાણીની માગ કરી છે....પરિવારજનોએ પણ તમામ વસ્તુઓ તાત્કાલિક મગાવીને ભૂવાને ધરી દીધી...એટલું જ નહીં ભૂવાએ શરીરમાં આત્મા પ્રવેશી ગઈ હોવાનો દેખાવ કરતા એકાએક ઊભા થઇને હાથ વડે ચાલવાનો સંકેત કર્યો...અને પરિવારની મહિલાઓએ ‘આત્મા’ માટે માર્ગની સફાઇ કરી ભૂવાની સાથે ચાલી ગઈ હતી...
===============
ગયા વર્ષની 18 ડિસેમ્બરે અમદાવાદની સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં પહોંચી એક ભૂવાએ વિધિ કરી હતી....મુકેશ ભુવાજી નામનો શખ્સ બિનદાસ્ત રીતે ICU વોર્ડમાં ઘૂસ્યો અને વેન્ટિલેટર પર સારવાર લેતા દર્દી પર વિધિ કરી...વાયરલ વીડિયોમાં પરિવારજનો દાવો કરતા જોવા મળ્યા કે, ભૂવાની વિધિના કારણે દર્દી સાજો થઈ ગયો...મુકેશ ભુવાજી નામનો ઢોંગી પોતાને ડૉક્ટર ખોડિયાર તરીકે ઓળખાવતો....દર્દીના સાજા થયા બાદ મળવા માટે તેના ઘરે જતો, જ્યાં લોકો તેનું સ્વાગત કરતા....દર રવિવારે તેનો દરબાર ભરાતો, જ્યાં લોકો પર તે વિધિ કરતો...





















