Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
દાહોદમાં પશુ બચાવવા ગયેલા ગૌરક્ષકો પર હુમલો થયો.. પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમીના આધારે ગૌરક્ષકોએ સ્મશાન રોડથી પીકઅપ ગાડીનો પીછો કરી પટણી ચોક પાસે ગાડીને ઝડપી.. 50 થી 60 જેટલા લોકોના ટોળાએ ગૌરક્ષકો પર હુમલો કરી દીો.. જેમાં 2 ગૌરક્ષકો ઈજાગ્રસ્ત થયા.. તેમની ગાડી અને બાઈકમાં પણ તોડફોડ કરી. અબરાર કુરેશી, પીન્ટુ કુરેશી, રજાક અબ્દુલ,રહીમ ડોકિલા, અન્સાર ભૂગા, અરબાઝ જાડા, નઈમ કુરેશી, અક્રરમ પાટૂંક, શાહરૂખ કુરેશી,કાસિમ, સિકંદર દલાલ, કાળો ઉર્ફે સહેજાદ સામદ, શાહબાજ બજારિયા સામે નોંધાઈ ફરિયાદ.પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવાહી શરૂ કરી છે.
ગૌમાંસ મુદ્દે વિધાનસભા ગૃહમાં રાજકારણ ગરમાયું.. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગૌમાંસ મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી..ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના સવાલ સામે સરકારે લેખિત જવાબ રજૂ કર્યો.. છેલ્લા 2 વર્ષમાં મહીસાગર અને અમરેલી જિલ્લામાંથી 1957 કિલો ગૌમાંસ પકડાયું..2 વર્ષમાં 10 ગૌવંશ છોડાવ્યા અને 31 આરોપીની ધરપકડ કરવામાં આવી.. છેલ્લા 2 વર્ષથી ગૌમાંસ અને ગૌવંશની હેરાફેરી કરનાર 1 આરોપી પકડાતો નથી..
----------------------
ગૌવંશ મામલે ગૃહમાં અમિત ચાવડાએ પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો..તેમણે એવો મત વ્યક્ત કર્યો કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે..સરકાર આ માટે પ્રસ્તાવ લાવે.. કોંગ્રેસ તેને ટેકો આપશે.. તો ગૌવંશ મામલે ગૃહમાં પુછાયેલા પ્રશ્ન પર રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ જવાબ રજૂ કર્યો..
26મી ફેબ્રુઆરીએ સુરતના માંગરોળના હથોડા ગામે પોલીસ અને ગૌરક્ષક પર હુમલો થયો હતો. બાતમીના આધારે પોલીસ ગામમાં રેડ પાડવા ગઈ હતી. જ્યાં પોલીસને જોતા જ તેમની પર હુમલો કરવામાં આવ્યો.. ગૌરક્ષક સત્ય પ્રકાશ યાદવને માથા પર તલવારના ઘા મારવામાં આવ્યા હતા. ગૌરક્ષક અને ઈજાગ્રસ્ત પોલીસ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે ત્યારબાદ પોલીસનો મોટો કાફલો હથોડા ગામ પહોંચ્યો હતો. 8 જેટલા આરોપીઓને પકડી તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.























