Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં મોટો વિસ્ફોટ થયો છે. ભાવનગર ગ્રામ્યના ASPની સ્ક્વોડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની SMCએ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે 2006માં પોલીસમાં જોડાયેલા રાજદીપસિંહનું 2022થી જ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે કનેક્શન હતું અને તેમણે આરોપી સાથે 257થી વધુ વખત ફોન પર વાતચીત કરી હતી. લઠ્ઠાકાંડ બાદ 11 દિવસ પહેલાં જ રાજદીપસિંહને અચાનક ASP સ્ક્વોડમાંથી મુક્ત કરાતાં ગંભીર સવાલો ઊભા થયા હતા. આ ઘટનાક્રમ વચ્ચે ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમ અચાનક રજા પર ઉતરી જતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. SMCએ આરોપી કોન્સ્ટેબલને ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી, જેની સામે કોર્ટે આગામી 11 સપ્ટેમ્બર સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ SMC આ મામલે અન્ય ઉચ્ચ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.





















