Hun To Bolish : હું તો બોલીશ : ઓલ રાઉન્ડર ભૂવા
Hun To Bolish : હું તો બોલીશ : ઓલ રાઉન્ડર ભૂવા
દાંતા સોનું આગાહી
હાલમાં સોના-ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવની વચ્ચે માતાજીની રમેલમાં ધૂણતા ભૂવાએ સોનાના ભાવ 30 હજારે પહોંચવાની આગાહી કરી.. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.. બનાસકાંઠાના કુંવારલા ગામનો વીડિયો હાવોનું મનાઈ રહ્યું છે... જ્યાં વડેચી માતાજીની રમેલમાં ભૂવાએ ધૂણતા આગાહી કરી કે માત્ર સવા મહિનાના સમયમાં સોનાનો ભાવ 30 હજાર પહોંચી જશે..
---------------------------------
રાજકોટ ઓસ્ટ્રેલિયાના PR અપાવવાનો વાયદો
ઓસ્ટ્રેલિયાના પીઆર માટે યુવકે જીવનની મોટી કમાણી ગુમાવી... અમદાવાદનો વતની અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતો અંકિત પરમાર ભૂવાના ચક્કરમાં ફસાયો.. સામાન્ય છેતરપિંડી નહીં પરંતુ ઓનલાઈન ત્રાંતિક વિધીનો ખેલ છે.. રાજકોટનો તાંત્રિક સતિશ ધામી અને અમદાવાદનો અંકિત બન્નેનો સંપર્ક સોશિયલ મીડિયાથી થયો.. ભૂવાએ તાંત્રિક વિધીના નામે કટકે કટકે 24 લાખ રુપિયા પડાવી લીધા... યુવકને છેતરાયાનું ભાન થયું.. યુવકના પિતાએ અમદાવાદ રેલવે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.. અમદાવાદ પોલીસની ટ્રાન્સફર ફરીયાદના આધારે રાજકોટ પોલીસે ઢોંગી સતીષ ધામીની ધરપકડ કરી... આ જ ઢોંગી સતીશ ધામી સામે રાજકોટના એક યવુકે ફરિયાદ નોંધાવી.. પત્ની અને સાસરિયાઓને વશીભૂત કરી રુપિયા અને ઘરેણા માગ્યાની ફરિયાદ નોંધાવી...
-----------------------------
થરાદ 11,000 મતથી જીતાડવાની ભવિષ્યવાણી
2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભુવાએ ભવિષ્યવાણી કરી... થરાદના મારવાડી પટેલ સમાજના આગેવાન અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલને લઈને ભુવાજી બોલ્યા કે ધારાસભ્યની ટિકિટ લઈને આવજો.. 11 હજાર મતથી જીતાડીશ.. માંગીલાલ, માંગીલાલ ન કરાવું તો મારું નામ ગોગો નહીં... થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાએ ભવિષ્યવાણી કરી..























