Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
સુરતના મહુવા તાલુકાના દેદવાસણ ગામે રવિવારે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકીય એકતા જોવા મળી....ભાજપના MLA મોહન ધોડિયાએ વિપક્ષી નેતાઓને ‘સિંહ’ કહી વખાણ કર્યા....મંચ પર પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ એકતાના તાંતણે બંધાયેલા જોવા મળ્યા...આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયાનું સંબોધન રહ્યું...તેમણે મંચ પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પ્રત્યે સન્માન વ્યક્ત કરતા કહ્યું કે, “આજે આપણા આંગણે ત્રણ સિંહ આવ્યા છે, તેમને દિલથી વધાવો...
સત્તાધારી પક્ષના ધારાસભ્યએ વિપક્ષના કટ્ટર હરીફોના જાહેરમાં ભારોભાર વખાણ કરતા સભામાં હાજર ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા...મોહન ધોડિયાએ બંને નેતાઓની કાર્યશૈલીનો સ્વીકાર કર્યો કે, "હું સરકારમાં રહીને કામ કરું છું, જ્યારે ચૈતર વસાવા અને અનંત પટેલ સમાજના હકો માટે સરકાર સામે લડત આપીને સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે."...






















