Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોનું હૃદય પરિવર્તન?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોનું હૃદય પરિવર્તન?
દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં માંગો એટલો દારુ મળે તે વાત સાચી છે... એમાં પણ જ્યારે લોકશાહીનો પર્વ આવે.. એટલે કે ચૂંટણી આવે ત્યારે મતદારોને રીઝવવા માટે દારૂનો ઉપયોગ તમામ રાજકીય પાર્ટી કરે છે... જો કે, આ વખતે સારી વાત એ પણ રહી છે... અમુક બેઠકો પરથી ઉમેદવારોએ સંકલ્પ લીધો કે, તેઓ દારુ નહીં આપે... અડાલજ, ઉવારસદ સહીત બેઠકો પરથી ઉમેદવારોએ નિર્ણય લીધો છે...
પણ જો વાત પાટણની કરવામાં આવે... તો પાટણમાં તો ચૂંટણી ટાણે જ બુટલેગરનું હૃદય પરિવર્તન થઈ ગયું... હારીજ તાલુકાના અડિયા ગામમાં ચૂંટણી સભા હતા... સ્ટેજ પર ધારાસભ્ય દિનેશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ પણ હાજર હતા... મતદારોને રીઝવવા માટે વાયદાઓ કરવામાં આવ્યા... આ તમામ વચ્ચે સ્ટેજ પર ચાર લોકો આવે છે... કંઈક જાહેરાત કરવા માટે... અને આ ચાર લોકો પોતાની ઓળખ બુટલેગર તરીકે આપે છે.... સ્ટેજ પરથી ધારાસભ્યનું નામ લઈને જાહેરાત કરે છે કે, હવે પછી તેઓ દારૂનો ધંધો નહી કરે.... હવે તેમના આ હૃદય પરિવર્તન પાછળનું સત્ય શું છે.. તે તો ફક્ત તેઓને જ ખબર... તમને પણ સંભળાવું કે બુટલેગરે સભા સ્થળે જાહેર મંચ પરથી શું જાહેરાત કરી...
આ બુટલેગરોની જાહેરાત બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.. જો કે ગુજરાતમાં ઠગલા મોઢે દારૂ વહેંચાય છે.. પોલીસ કેવા પૂરતી કામગીરી કરે છે... પણ બધુ રામ ભરોસે જેમ ચાલતુ હોય તેમ ચાલવા માંડે... હવે મે મારા કાર્યક્રમમાં પણ આ વાત કરી એટલે પોલીસ થોડા દિવસ માટે કરવા ખાતર કામગીરી પણ કરશે...
---
હવે વાત ગાંધીનગરની... જ્યા ગાંધીનગર તાલુકા પંચાયતની ઉવારસદ બેઠક.. જ્યા ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારના પરિવારજનોએ ચૂંટણીમાં દેશી કે વિદેશી દારૂનો વ્યવહાર ન કરવા માટે પોતાની કુળદેવીના સોગંદ ખાધા.. ભાજપમાંથી લક્ષ્મીબેન રવીન્દ્રકુમાર ઠાકોર અને કોંગ્રેસમાંથી ભાગ્યવતીબેન ગોવિંદજી ઠાકોર ઉમેદવારી નોંધાવેલી છે.... બંને ઉમેદવારોના પરીજનોએ કુળદેવીના સોંગદ ખાઈ કહ્યું, અમે દેશી કે ઈંગલીશ દારુ કોઈપણ જાતનો વ્યવહાર કરશું નહી.કોઈ અમને દારૂ માટે ફોન કે મેસેજ કરે નહીં.. ત્યારે દારુના દુષણને ડામવા અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં દારુ નહીં વેચવાનો નિર્ણય કર્યો. બંન્ને ઉમેદવારોના પરિવારજનોએ પક્ષાપક્ષી ભુલીને સમાજના હિત માટે અને દારુ બંધીના નિયમની કડક અમલવારી માટે સંયુક્ત રીતે આ નિર્ણય કર્યો..
---
આ તરફ ગાંધીનગર જિલ્લાની અડાલજ બેઠક પરના ઉમેદવારના પરિવારે પણ દારૂ નહી આપવાના સોગંધ લીધા... અડાલજ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નીકીતાબેન ઠાકોરના પતિ સહિત પરિવારજનોએ માતાજીના સોગંધ ખાધા...





















