Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
નડિયાદ શહેરમાં ધર્માંતરણની પ્રવૃતિને લઈને સ્થાનિક પ્રશાસને કરી મોટી કાર્યવાહી.. જે જગ્યા પર ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી.. ત્યાં જ નડિયાદ કોર્પોરેશનએ ગેરકાયદે દબાણને જમીનદોસ્ત કર્યુ.. 15 દિવસ અગાઉ મહાનગરપાલિકાની ટીમે દબાણવાળી જગ્યાના મકાન માલિકને દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી....જો કે અમદાવાદમાં રહેતા મકાન માલિકે મહાનગરપાલિકાની નોટિસનો કોઈ જવાબ ન આપતા આખરે નિયમ અનુસાર મહાનગરપાલિકાની ટીમે આજે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધુ.. સ્ટીવન મેકવાન નામનો આરોપી ધર્માંતરણની કામગીરી કરતો હતો.. પોલીસે મુખ્ય સુત્રધાર સ્ટીવન મેકવાન અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે.. ત્યારે આજે જે જગ્યા પર ધર્માંતરણની કામગીરી ચાલતી હતી એ જ દબાણને જમીનદોસ્ત કરતા સ્થાનિકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા....




















