Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેન ક્યારથી શરૂ થશે? આ સવાલનો જવાબ આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં આવીને આપી દીધો છે. આવતા વર્ષથી મુંબઈથી અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. ગાંધીનગરમાં આત્મા મંદિરમાં આયોજિત ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે બુલેટ ટ્રેન આવતા વર્ષથી શરૂ થઈ જ જશે. 350 km/h ઝડપે દોડનારી આ ટ્રેનથી મુસાફરો માત્ર એક કલાકને 57 મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જશે. એટલું જ નહીં, પીએમ મોદીએ આ વર્ષમાં 17,366 કરોડનું રેકોર્ડ બજેટ રેલવે માટે ફાળવ્યું છે, એ પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. ત્યારે નવા સાત બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. શૌર્ય તેજ બુલેટ ટ્રેન જ્યારે પણ શરૂ થાય, એક વર્ષની અંદર એ સમય ઓછો થશે, એટલે કે લગભગ ફ્લાઈટ સાથે, એટલે કે હવાઈ યાત્રા સાથે બુલેટ ટ્રેનની મુસાફરીની સરખામણી પણ થશે. તમામ વિકાસના કાર્યો આવકાર્ય છે, આશા અને અપેક્ષા છે કે બુલેટ ગતિએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જ નહીં, તમામ વિકાસના કાર્યો પાર પડે.























