Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. હાલની સ્થિતિની વાત કરીએ તો.. કુલ 89 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા. કુલ 18 ચાંદીપુરા વાયરસ પોઝિટિવ કેસો નોંધાયા. કુલ 12 ચાંદીપુરા વાયરસ પોઝિટિવ દર્દીઓના મૃત્યુ થયા. લેબોરેટરી તપાસની સ્થિતિ: કુલ 89 શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી 74 ના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થયા છે જયારે 15 નમૂનાનું પરીક્ષણ પરિણામ પ્રાપ્ત થવાનું બાકી છે. 26 જૂનએ બનાસકાંઠા જિલ્લાનું 3 માસનું બાળક હિંમતનગર સિવિલમાં પ્રથમ કેસ ચાંદીપુરાથી સંક્રમિત બાળક દાખલ થયું હતું અને એ બાળકનું મોત , ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત 27 જૂનએ એ બાળકનું મૃત્યુ થયું. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સંક્રમિત સેન્ડફ્લાય એટલે કે એક પ્રકારની માખી કરડવાથી ફેલાય છે.તે ભેજ, ગંદકી અને ઝાડીઓવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. જો સંક્રમિત સેન્ડફ્લાય કોઈ વ્યક્તિને કરડે છે, તો વાયરસ તેના શરીરમાં પહોંચી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કાચા અને પાકા મકાનો સહિત હજારો ઘરોને આવરી લઈને વ્યાપક હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ વાયરસના વાહક ગણાતા સેન્ડફ્લાય અને જીવાતોના નિયંત્રણ માટે કાચા મકાનો અને પશુઓની ગમાણની આસપાસના વિસ્તારોમાં ડસ્ટીગ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. તમામ જિલ્લા મથકોની સિવિલ હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બાળકો માટે આઈ.સી.યુ. બેડ, જરૂરી દવાઓ અને વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. જિલ્લામાં અત્યાર સુધી 23 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 17 બાળકોના ચાંદીપુરાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે બે બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.હાલમાં જિલ્લામાં ચાર બાળકો સારવાર હેઠળ છે. ગોધરા સિવિલ હોસ્પિટલ ઉપરાંત હાલોલ ખાતે પણ બાળરોગ નિષ્ણાતોની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ ગામડાઓમાં ACM પાઉડરનું વિતરણ, ડસ્ટિંગ અને જંતુ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે જેથી રોગચાળો વધુ ન ફેલાય.
રાજકોટની જનાના હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના ચાંદીપુરાના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા..3 બાળકોના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા..
જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં ટોટલ છ બાળકોના શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી ત્રણ બાળકોના નેગેટિવ રિપોર્ટ આવતા તેમને રજા અપાઈ છે. સિવિલ હોસ્પિટલ ખાતે હાલ 10 બેડ નો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો ..
----------------------------------
બનાસકાંઠામાં આબુરોડના સિયાવાની 2 વર્ષની બાળકી કિર્તીનું ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું..પાલનપુર બનાસ મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન બાળકીએ દમ તોડ્યો. તાવ, ઉલટી અને ખેંચ બાદ બનાસ મેડિકલ કોલેજમાં બાળકીને દાખલ કરાઈ હતી.
અમદાવાદ શહેરમાં ચાંદીપુરાનો પહેલો કેસ જેમાં 4 વર્ષીય બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઝુંડાલ સર્કલ પાસે ભૂમિ આર્કેડના છાપરામાં વસવાટ કરતા બાળકમાં લક્ષણો દેખાયા.
7 જુલાઈએ બાળક અંજારથી ચાંદખેડા આવ્યો હતો..14 જુલાઈએ સાંજે બાળકને SMS હોસ્પિટલમાં દાખલ કરાયો હતો..દાહોદની હોસ્પિટલમાં ખસેડાયા બાદ બાળકનું મોત થયું હતું.. અને મોત બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો..
----------------------------------
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક ચાંદીપુરા વાયરસ લક્ષણો બાળકમાં જોવા મળ્યા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના 2 વર્ષ બાળકમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસ લક્ષણો દેખાયા..કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે પ્રાથમિક સારવાર આપી જામનગર ખસેડવામાં આવ્યો..બાળકને ખેંચ આવી હતી અને બેભાન થઈ ગયો હતો.
વલભીપુર તાલુકાના મેલાણા ગામના છ વર્ષના બાળકને 8 જુલાઈના રોજ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન 9 જુલાઈના રોજ બાળકનું મોત થયું હતું. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને પછી એ જ રિપોર્ટ ગાંધીનગર મોકલાતા પોઝિટિવ આવ્યો હતો. આ વિસંગતતાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. હાલ સર.ટી હોસ્પિટલના ચાંદીપુરા આઇસોલેશન વોર્ડમાં વધુ બે બાળકો સારવાર હેઠળ હોવાથી આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે..
ગીર સોમનાથના ઉનાના સોંદરડી ગામમાં ચાંદીપુરા વાયરસને કારણે બાળકનું મોત નિપજ્યું. પાંચ વર્ષના બાળકમાં તાવ, ઉલટી, પેટમાં દુખાવો અને બેભાન જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
બાળકને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં રિફર કરાયો. મોત બાદ આરોગ્ય વિભાગ સતર્ક થયું અને ગામમાં સર્વે શરૂ કરાયો..
---------------------------------
પંચમહાલ જિલ્લા મા આજે ચાંદીપુરા વાયરસ ના નવા 3 શંકાસ્પદ કેસ નોંધાયા..જિલ્લામાં અત્યારસુધીમાં 16 કેસ નોંધયા છે જે પૈકી 2 પોઝિટિવ, 10 નેગેટિવ અને 4ના રિપોર્ટ આવવાના બાકી છે. 5 સારવાર હેઠળ છે. જ્યારે 6 બાળકો સારવાર બાદ સાજા થઈ ચુક્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર GMERS સિવિલમાં ચાંદીપુરા વાઈરસના અત્યાર સુધી 15 બાળ દર્દીઓ સારવાર માટે દાખલ થયા. 15 પૈકી 4 બાળકોના રીપોર્ટ ચાંદીપુરા પોઝેટીવ,બાકીના 11 બાળકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા. જ્યાં શંકાસ્પદ કેસ દેખાયા ત્યાં સ્પ્રેડિંગ
સાબરકાંઠા જિલ્લામાં જ્યાં પણ સસ્પેકટેડ કેસ આવ્યા છે ત્યાં સ્પ્રેડિંગ અને દસ્ટિંગ કામ પૂર્ણ કરાયું.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ સોમવારે બેઠક બોલાવી.. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી..