Hun To Bolish : હું તો બોલીશ : ચંડોળાની બદલાશે સૂરત !
Hun To Bolish : હું તો બોલીશ : ચંડોળાની બદલાશે સૂરત !
અમદાવાદના ચંડોળા તળાવનું રી-ડેવલપમેન્ટ કામ હવે પૂરજોશમાં શરૂ થયું છે. ગુજરાતના સૌથી મોટા ડિમોલેશન ડ્રાઇવમાંથી એક બાદ, જ્યાં હજારો ગેરકાયદેસર બાંધકામો તોડીને તળાવની જમીન ખુલ્લી કરાઈ, હવે વિકાસની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.પ્રથમ તબક્કામાં 36 કરોડ રૂપિયાના ખર્ચે રી-ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આમાં લોઅર પ્રોમિનાડ, અપર પ્રોમિનાડ, કમ્પાઉન્ડ વોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વોક વે, ગજેબો, 19 ખંભાતી કૂવા અને જંગલ જિમ જેવી સુવિધાઓ બનાવવામાં આવશે.આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ચંડોળા તળાવ કાંકરિયા તળાવની જેમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે – વોકિંગ, રમતગમત અને રિક્રિએશનની વિવિધ સુવિધાઓ સાથે!અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાથી શહેરને નવું લેન્ડસ્કેપ મળશે.























